Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અમદાવાદમાં સેંકડો યુવા કોલેજીયનો એનએસયુઆઇમાં જોડાયાઃ શકિતસિંહ ગોહિલે હૃદયપૂર્વક આવકાર આપ્યો

અમદાવાદની વિવેકાનંદ કોલેજના યુવા મિત્રો એનએસયુઆઇમાં જોડાયા અને એનએસયુઆઇને જે લાગણી - ઉષ્મા સાથે સમર્થન આપ્યુ તે માટે આ યુવા મિત્રોને આવકારતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને એઆઇસીસીના વરીષ્ઠ સભ્ય શ્રી શકિતસિંહ ગોહીલે હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા હતા. શ્રી શકિતભાઇએ તેમના ટવીટ્ર હેન્ડલ ઉપર લખ્યું છે કે યુવા સાથીઓનો પ્રેમ અને જોશ જબ્બદસ્ત હતો. અમદાવાદમાં મોટી સંખ્યામાં કોલેજીયન ભાઇ-બહેનોનું જે જોમ જોવા મળ્યું તે અભૂતપૂર્વ છે.

(11:51 am IST)