Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વડોદરા:ઇન્ટરનેશનલ શાળામાં નોકરી અપાવવાના બહાને વડોદરાની મહિલા પાસે 14.34 લાખ પડાવી લેનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: અબુધાબીની ઇન્ટરનેશનલ સ્કુલમાં નોકરી આપવાના બહાને વડોદરાની એક મહિલા પાસે ઠગ ટોળકીએ રૂ 14.34 લાખ પડાવી લેતા બે વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કાર્ય વિસ્તારમાં આર્ય કન્યા પાછળ રહેતા એલ.આઇ.સીના કર્મચારી શ્રીનિવાસન ઐયરે પોલીસને જણાવી શકે જાન્યુઆરી-2019માં અબુધાબીની માશરેક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર તરીકે નોકરીની જાહેરાત જોઈ મારી પત્નીએ એપ્લાય કર્યું હતું. સામેથી મારી પત્નીની શિક્ષિકા તરીકે પસંદગી થઇ હોય તે રીતે મેલ આવ્યો હતો અને ટ્રાવેલ એજન્ટ અબ્દુલ કરીમનો સંપર્ક નંબર તેમજ મેલ આઇડી મોકલી મેડિકલ ફિટનેસ લીઝા તેમજ અન્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. શ્રીનિવાસનના જણાવ્યા પ્રમાણે,ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરતા તેણે ડોક્યુમેન્ટ માટે કેનેરા બેંકના એકાઉન્ટમાં રૂ 90,154 તેમજ મેડિકલ ઈન્સ્યોરન્સ માટે દીમાપુર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 1.58 લાખ, યુએઈ legalization માટે 2.23 લાખ, સિક્યુરીટી પેટે રૂ.98,674 તેમજ ચાર્લ્સ ગ્રાન્ટ અને મેજુમરબા નામના શખ્સે આરબીઆઈ ક્લિયરન્સ, એફિડેવીટ તેમજ આરબીઆઇની નોટીસ આવી છે તેવા જુદા જુદા બતાવી વારંવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગ ટોળકી દ્વારા નોકરી કે વિઝા આપવાના બદલે વારંવાર રૂપિયાની માગણી ચાલુ રહેતા શંકા પડી હતી અને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.

(5:14 pm IST)