Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ખેડા જિલ્લામાં ધમધમતા ત્રણ અલગ અલગ જુગારધામ પર પોલીસે દરોડા પાડી અગિયાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ખેડા:જિલ્લામાં ચાલતા ત્રણ અલગ અલગ સ્થળો પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. જેમાં નડિયાદ તાલુકાના ચકલાસીના ભાંખલપુરા પ્રાથમિકશાળા પાસે, નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર આવેલ મંદિરની ખુલ્લી જગ્યામાં અને મહુઘાના ફીણાવ ભાગોળ પાસેના રુડા ફળીયા પાછળ ચાલતા જૂગારધામ પર દરોડા પાડયા હતા. ત્રણેય બનાવોમાં અગિયાર વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી કે ભાંખલપુરા પ્રાથમિક શાળા પાસે કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે પત્તા-પાનાનો જૂગાર રમી રહ્યા છે.જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી હતી.જેમાં ભલાભાઇ શંકરભાઇ વાઘેલા,દિલિપભાઇ અમરસિંહ વાઘેલા,દિગ્વીજય વિનુભાઇ વાઘેલા,વિષ્ણુભાઇ દેસાઇભાઇ પરમાર અને યગ્નેશભાઇ ઉર્ફે પપ્પુ સુરેશભાઇ બ્રહ્મભટ્ટને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૧૫૭૦ અને દાવ પરથી રૂા.૪૫૦,મોબાઇલ ફોન નં-૨ કિ.રૂા.૨૫૦૦ એમ મળી કુલ રૂા.૪૫૨૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે. વળી નડિયાદ તાલુકાના ફતેપુરા રોડ પર આવેલ એક મંદિરની ખુલ્લી જગ્યામાં બાતમીના આઘારે દરોડો પાડયો હતો.જેમાં માઘવભાઇ કનુભાઇ રાઠોડ,કમલેશભાઇ પૂનમભાઇ પરમાર, ટીનાભાઇ વાઘાભાઇ તળપદા અને નિલય દિલીપભાઇ પંચાલને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૨૫૩૦ અને દાવ પરથી રૂા.૮૧૦ એમ મળી કુલ રૂા.૩,૩૪૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.જ્યારે મહુઘા સ્થાનિક પોલીસે બાતમી આઘારે  ફીણાવ ભાગોળ પાસેના રુડા ફળીયા પાછળ ચાલતા જૂગારઘામ પર રેડ કરી હતી.જેમાં  ભરતભાઇ ભાવસિંગભાઇ તળપદા અને મહેન્દ્રભાઇ ભઇલાલભાઇને ઝડપી પાડયા હતા.બંને વ્યક્તિઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રૂા.૩૭૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે મહુઘા પોલીસે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે.

(5:07 pm IST)