Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નડિયાદ:કણજરી જવાના સર્વિસ રોડ પરથી કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી પોલીસે એક શખ્સને રાઉન્ડઅપ કર્યો હોવાની માહિતી

નડિયાદ : ગૌરક્ષક દળે કણજરી જવાના સર્વિસ રોડ ઉપરથી કતલખાને જતા પશુઓને બચાવી લેવાયા છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસે એક વ્યક્તિને રાઉન્ડઅપ કર્યો છે.

ગૌરક્ષકદળના સંગ્રામભાઇએ ચકલાસી પોલીસને જાણ કરી હતી કે એક બોલેરો પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થાય છે. જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી. તે સમયે બાતમી આધારિત મહિન્દ્રા પીકઅપ ડાલુ પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ત્રણ ગાયો અને બે વાછરડીઓ મળી આવી હતી.ગાયો અને વાછરડીઓને ગળેટુપાય તેવી રીતે બાંધી ધાસચારાની પણ વ્યવસ્થા કરાઇ ન હતી.પોલીસ ટીમે ત્રણ ગાયો કિ.રૂા.૩૦,૦૦૦ અને બે વાછરડીઓ કિ.રૂા.૧૦,૦૦૦,મહિન્દ્રા પીકઅપ ડાલુ કિ.રૂા.૭૦,૦૦૦ ,મોબાઇલ ફોન કિ.રૂા.૮,૦૦૦ ,રોકડ  રૂા.૩૯૫ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે ચકલાસી પોલીસે  મહંમદ ઇલીયાસ ભગત વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)