Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મહેસાણાના 20 જેટલા પકોડી બનાવતા લોકોને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

મહેસાણા:નગરપાલિકાની સેનેટરી શાખાની ટીમ દ્વારા હાલમાં ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈ મહેસાણા શહેરમાં પાણીપુરી બનાવતા પકોડીવાળાને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાણીપુરી બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી ખાદ્ય સામગ્રી બગડી ગઈ હોવાનું ટીમના ધ્યાને આવતા સેનેટરી શાખાની ટીમ દ્વારા બગડી ગયેલ ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણી પુરી બનાવતા ૨૦ જેટલા પકોડીવાળાને ન.પા.ની સેનેટરી શાખા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.

મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ શહેરમાં પાણઈપુરીની લારીવાળાને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ ંહતું. જેમાં ૫ જેટલા લારીવાળાઓને ત્યાંથી સેમ્પલ લઈ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યારે અમુક પાણીપુરીવાળાની લારી પર બટાટાના માવાનો તેમજ પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેરમેનની સુચનાથી સેનેટરી શાખાની ટીમ દ્વારા શહેરમાં પાણીપુરી બનાવતા ૨૦ જેટલા પકોડીવાળાને ત્યાં ઓચીતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેનેટરી શાખાની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા ૪૦૦ કિલો સડી ગયેલા બટાકા, ૫ થી ૬ કિલો ચણા, ફુગવાળી ચટણી અને અંદાજીત ૫૦ થી ૬૦ કિલો ધનોરા અને ઈયળ પડેલ મેદો જપ્ત કરીને સેનેટરી શાખાની ટીમ દ્વારા ડમ્પીંગ સાઈટ ખાતે તમામ અખાદ્ય સામગ્રીને નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણીપુરી બનાવતા ૨૦ જેટલા પકોડીવાળાને રૃ.૭૦૦૦નો દંડ પણ સેનેટરી શાખાની ટીમ દ્વારા ફટકારવામાં આવ્યો હતો.

(4:58 pm IST)