Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સુરતના કામરેજ તાલુકાના ઉભેળ ગામની ઓમ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ગેસનો બાટલો ફાટતા વિકરાળ આગ ભભુકીઃ બાજુમાં બનતા નવા બિલ્‍ડીંગને પણ ઝપેટમાં લીધુ

સુરત-બારડોલી અને પલસાણાથી ફાયર બ્રિગેડની ટીમો દોડી

સુરત: શહેરના કામરેજના ઉભેળ ગામ ખાતે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે. દરમિયાન બિલ્ડિંગમાં આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગને કાબુમાં લેવા માટે બારડોલી અને પલસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 5 જેટલી ગાડીઓએ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં નવી બની રહેલી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગઇ હતી. હાલ તો ફાયરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે.

જો કે હજી સુધી આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે સુરતમાં લાગેલી ભયાનક આગના કારણે ફાયર કોલ જાહેર કર્યો છે. હાલ તો સુરતથી પણ ફાયરની ટીમને બોલાવવામાં આવી છે. બારડોલી તથા પલસાણાની ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આગ એટલી વિકરાળ છે કે હજી સુધી કાબુમાં આવી નથી. આગના કારણે નવી બનેલી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગઇ છે. ત્યાં આગ વધારે આગળ વકરે તે માટે ફાયરની ટીમ પ્રયાસો કરી રહી છે.

(4:45 pm IST)