Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

અમદાવાદ મનપા સંચાલિત શાળાના શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

અન્ય રાજ્યોમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં: હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ આપી:

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ આપી છે અને આગામી મુદ્દતે સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરવાની છે

 .હાઈકોર્ટમાં અરજી કરનારા શિક્ષકોની રજૂઆત છે કે, 'જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને પેન્શન મળે છે. પરંતુ નવા નિયમ મુજબ શિક્ષકોને પેન્શન નથી મળતું. અન્ય રાજ્યોમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ પણ અરજદારે કર્યો છે.અરજદારે જણાવ્યું કે, 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂંક પામેલા શિક્ષકોને પેન્શન યોજનાઓનો લાભ મળવો જોઈએ. જો ભરતી જૂના નિયમ મુજબ હોય તો પેન્શન યોજના પણ ચાલુ રાખવા અરજદારે રજૂઆત કરી છે

(1:42 pm IST)