Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજય સરકારનાં પ વર્ષની ઉજવણીઃ રાજય સંગીત નાટક અકાદમી દ્વારા કાર્યક્રમો

કૌશિકી ચક્રવર્તી, સુધાચંદ્રન, ગ્રેસીસીજી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, સાંઇરામ દવે, હરિહરનજી, અનુરાધા પૌંડવાલા, ગાર્ગી વોરા, ભીખુદાન ગઢવી, બિરજુ ગઢવી, રીયા શર્મા રંગત જમાવશેઃ જીવંત પ્રસારણ

રાજકોટ તા. ર :.. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગુજરાત રાજય સંગીત નાટબ અકાદમી દ્વારા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોની ઝલક તથા ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ દરરોજ રાત્રીના ૯ વાગ્યાથી કરવામાં આવશે.

આ કાર્યક્રમો સોશ્યલ મિડીયામાં  Gujarasangeetnatakઅથવા sangeetnatak.gujrat.govt.in ઉપર નિહાળી શકાશે.

જે અંતર્ગત ગઇકાલે પંડિત ઓમકારનાથ ઠાકુર મહોત્સવ અંતર્ગત પંડિત અજય ચક્રવર્તીજી અને કવિતા ક્રિષ્ણમુર્તિજીનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે તા. ર વસંતોત્સવ ર૦ર૧કૌશિકી ચક્રવર્તીજી, ૩ નાં ઉતરાર્ધ મહોત્સવ ર૦ર૦ સુધાચંદ્રનજી અને ગ્રેસીસીજી, તા. ૪ નાં વિરાસત મહોત્સવ ર૦૧૯ ગીતાબેન રબારી અને જીજ્ઞેશ કિવરાજ, તા. પ નાં તાનારીરી મહોત્સવ -ર૦ર૧ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, તા. ૬ ના લોક ડાયરો સાંઇરામ દવે, તા. ૭ નાં વિરાસત મહોત્સવ -ર૯૧૯ હરિહરનજી, તા. ૮ ના તાનારીરી મહોત્સવ અનુરાધા પોંડવાલ અને ગાર્ગી વોરા, તા. ૯ ના રાણકી વાવ મહોત્સવ શ્રી ભીખુદાન ગઢવીજી, બિરજુ ગઢવીજી, અને રીચા શર્માજીનો કાર્યક્રમ યોજાયો છે.

(1:10 pm IST)