Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ખૂદ એસપી,તમામ ડીવાયએસપી અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ સહિતની ટીમ લોકોની સ્થળ પર જ ફરિયાદ લઈ વ્યાજ અને ભૂમાફિયાઓને ભરી પીવા ખડે પગે હતા, લોકો આ અદભૂત દ્રશ્ય જોેઈ આફ્રિન પોકારી ઊઠયા

પોલિસને એક તક આપો, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ડીઆઇજી સંદીપસિંહ સાથે પરામર્શ કરી સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડિયા અને પોલીસ ફોજ દ્વારા થયેલ બહુચર્ચિત પ્રયોગની રસપ્રદ વાતો અકિલા સમક્ષ વર્ણવે છે, સુરેન્દ્રનગરના વિભાગીય પોલીસ વડા હિમાંશુ દોશી

  રાજકોટ તા.૨, ઉતર સૌરાષ્ટ્રમાં અર્થાત્ રાજકોટ રેન્જમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સફળ પ્રયોગ દ્વાર લોકોમા અમીટ છાપ છોડનાર રાજકીય રેન્જ વડા સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના અને લોકડાઉનનો માર સહન કરનાર લોકો પર વ્યાજ માફીયાઓ દ્વારા મોટા વ્યાજના કોરડાઓ વીંઝાય રહ્યાથી ચોકી ઉઠેલ અધિકારીઓ દ્વારા એક તક પોલીસને અંતર્ગત યોજાયેલ લોકોને નિર્ભયતાથી ફરિયાદ કરવા આપેલ આહવાન દરમિયાન બહાર આવેલ ફરિયાદ દરમિયાન વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ગુન્હા દાખલ કરી ધરપકડ કરવા ભારે દોડધામ ચાલી રહી છે.

 ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં સુરેન્દ્રનગરના વિભાગીય વડા હિમાંશુ દોશીએ જણાવેલ કે વ્યાજખોરો પૈકી જેઓ દ્વારા જમીનનો કબ્જો કરી લેવામાં આવેલ છે તેઓને લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કેવી રીતે કલેકટર ઓફિસ પાસે ફરિયાદ કરી શકાય તેનું માર્ગદર્શન આપવા સાથે પોલીસ દ્વારા પણ ફટોફ્ટ ગુન્હા દાખલ કરી જરૂર જણાયે ક્રાઈમ બ્રાન્ચને પણ માથાભારે તત્વો પર તવાય ઉતારવા સૂચવાયું હતું. જિલ્લામાં જમીન પચાવી પાડવામાં આવી હોવાની બાબતો પણ પ્રકાશમાં આવતા આવા કાર્યક્રમ દ્વારા કેટલીય બાબતો પરથી પડદો હટી ગયો હતો.

 સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળના એસ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વિભાગીય વડાં હિમાંશુ દોશી, લીંબડી ડિવિઝન સી.પી.  મુંધવા, ધાંગ્રધા આર.બી.દેવધા, તથા એલસીબી પીઆઇ ડી. એમ.ઢોલ સહિત વિવિધ પોલીસ મથકના પીઆઇ સહિત સ્ટાફ તુરત  કાર્યવાહી માટે તલપાપડ બન્યો હતો. લોકો પણ આ નવતર દૃશ્ય જોઈ પ્રભાવિત બન્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાના તથા સુરેન્દ્રનગર શહેરના મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહી કૂલ-૪૬ પીડીત નાગરીકોએ પોતે કમ્મરતોડ વ્યાજખોરીનો ભોગ બનેલ હોય તેમાંથી છોડાવવા અંગે, માથાભારે શખ્શો દ્રારા પોતાની કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેર-કાયદેસર દબાણ કરેલ હોય તે ખાલી કરાવવા અંગે, પૈસાની લેતીદેતી સબબ, પારાવારીક ઝગડાઓ અંગે, રેવન્યુ તથા મંડળી વિરૂધ્ધની કાર્યવાહીને લગતી રજુઆતો કરવામાં આવેલ. જે તમામ અરજદારો દ્વારા પોતાની અરજી રજુઆત અંગે જરૂરી પુરાવાઓ રજુ કરવામા આવેલ હોય, જેથી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીના સીધા સુપરવિઝન હેઠળ, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં ફૂલ-ર ફરીયાદ તથા મુળી પો.સ્ટે.માં ફૃલ-૧ ફરીયાદ એમ કૂલ-૩ વ્યાજખોરી વિરૂધ્ધના ગુન્હાઓ તાત્કાલીક નોંધી, ફરીયાદીને ન્યાય અપાવવા તેમજ અસામાજીક આવારા તત્વો એવા આરોપીઓને કાયદાનુ ભાન કરાવી શબક શિખવાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

 તાજેતરમાં સરકારશ્રી દ્રારા ભુમાફીયાઓની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે લેન્ડ ગ્રેબીંગ એકટ તથા અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકૃશ લાવવા સારૂ ગુંડા એકટ હેઠળ કાર્યવાહી કરવાની પ્રકિયા હાથ ધરવામા આવેલ છે. જે એકટમાં નાણા ધીરધારનો શરાફી વ્યાજનો ધંધો કરવાનો ઢોંગ કરી પૈસાની જરૂરીયાત વાળા લોકો પાસેથી ઉંચુ વ્યાજ વસુલી કરી લોહી ચુસતા વ્યાજખોરો સામે, આમજનતામાં પોતાનો ખોફ ઉભો કરી બીજાની મિલ્કતમાં ગેરકાયદેસર દબાણ કરનાર, કીંમતી મિલ્કતો ઉપર કબ્જો કરનાર, બળજબરીથી કઢાવી લેનાર અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે, અત્રેના જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટ તથા ગુંડા એકટ હેઠળની કાયદેસરની કાર્યવાહી શરૂમાં છે. તથા જરૂર જણાયે આવા ઇસમો વિરૂધ્ધ પાસા/હદપારી હેઠળ પણ કાર્યવાહી કરવામા આવી રહેલ છે. 

(1:08 pm IST)