Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રૂપસુંદરીઓ સાથે રૂબરૂ મળી વાતો કરો અને લટકામાં ૨૫ થી ૩૦ હજાર મેળવો જેવી જાહેરાતોનો મારો ચલાવી દેશભરના શોખીન લોકોને શીશામાં ઉતારનાર આરોપીઓ અંતે મહારાષ્ટ્રથી ઝડપાયા

મુખ્ય આરોપી રામ આશિષ પાસવાન દ્વારા જબરજસ્ત જાળ બિછાવી હતી,એક ડઝન બેંક એકાઉન્ટસ મળી આવ્યા, ફ્રેન્ડશિપ કલબને નામે છેતરપીંડીમાં ભોગ બનેલ લોકોની સંખ્યા મોટી હોવાની આશંકા હજુ વધુ બેંક એકાઉન્ટસની તલાશ કરવા સીપી દ્વારા આદેશ : સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ અને એસીપી સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા અશક્યને કેવી રીતે શક્ય બનાવ્યું? જાણવા જેવી કથા

 રાજકોટ તા.૨, રૂપ સુંદરીઓ સાથે રૂબરૂ મળી પ્રેમભરી વાતો કરો અને ઊપરથી ૨૫ થી ૩૦ હજારની આવક મેળવો જેવી ગલગલીયા કરાવતી જાહેરાતોનો મારો ચલાવી દેશભરના શોખીન લોકોને શીશામાં ઉતારનાર આરોપીઓને કોઈપણ ભોગે ઝડપી લેવા માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા આદેશને પગલે પગલે મહારાષ્ટ્રમાંથી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ટેકનિકલ સરવેલન્સ કામે લગાડી ઝડપી લીધા છે. મુખ્ય આરોપી રામ આશિષ પાસવાનની પૂછપરછમાં સનસનાટી ભરી વાતો ખૂલવા સાથે આરોપીઓ બેંકમાં એક ડઝન ખાતા ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.

ગઇ તા.૧૧/૧૧/ર૦ર૦ થી તા.૧૮/૧૧/૨૦૨૦ દરમ્યાન બાબુભાઇ જેનો મોબાઇલ નંબર ૯૦૬૦૪ ૦૬૯૪૩, ૯૧૧૯૫ ૮૭૮૧૫ તથા સોનીયા મોબાઇલ નં.૭૩૭૮૬ ૫૦૧૧૮ નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી આ કામના ફરીયાદીશ્રીને એન.આર.આઇ. છોકરીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાથી રૂ.૨૫,૦૦૦/- થી ૩૦,૦૦૦/- મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇ ફરીયાદીશ્રીને અલગ અલગ ચાર્જ જેવા કે, ગેટ પાસે, ગેસ્ટ હાઉસ બુકીંગના ચાર્જ જણાવી તેઓ પાસે રૂ.૬૯,૪૧૦/- ગુગલ પે એકાઉન્ટ નં.૯૦૬૦૪૦૬૯૪૩ માં ટ્રાન્સફર કરાવી તેઓની કોઇ સાથે મુલાકાત ન કરાવી ફરીયાદીશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી  કરી ગુન્હો આચરેલ હોય આ બાબતે ગઇ તા.૦ર/૦૩/ર૦૨૧ નાર રોજ સાયબર કાઇમ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧ર૧૦૦૬રર૧૦૦૦૭ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪ર૦, ૧ર૦(બી) તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

 સદર ગુન્હો શોધી કાઢવા સારૂ પોલીસ કમિકારશ્રી, અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઇમ શરદ શિંથલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી, કાઇમ રાહુલ પટેલ સાહેબનાઓએ આપેલ સુચના મુજબ મદદનીશ પોલીસ કમિશ્રરશ્રી સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી. ટી.આર.ચૌધરી તથા પો.ઇન્સ.શ્રી ડી.કે,પટેલ, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પો.સ.ઇ.શ્રી જે.બી.આહિર તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે પોલીસ માણસોએ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપી ૧) રામઆશિષ સિયારામ પાસવાન ઉ.વ.૩૯ ધંધો-ઇન્ટેરીયર કોન્ટ્રાકટર રહે.બી/૬૦૩, મુકેશ એપાર્ટમેન્ટ રામમંદિર રોડ, બેવા કોલેજ પાસે, એમ.બી. એસ્ટેટ, વિરાટ વેસ્ટ, જી. પાલધર (મહારાષ્ટ્ર) મુળ રહે ગામ ઝાંજપટ્ટી થાના-ફુટોના જી. મધુબની (બિહાર) (૨) સુષ્મા ડી/ઓ રમેશ ચલુવૈયા શેટ્ટી ઉ.વ.૩૨ ધંધો-નોકરી રહે ૩૦૮ જીવન જયોત એપાર્ટમેન્ટ વિરાર રોડ, બૌરેગાંવ નાકા, નાલા સોપારા (ઇસ્ટ) જી.પાલધર (મહારાષ્ટ્ર) નાઓને આઇડેન્ટીફાય કરી વિરાર (મહારાષ્ટ્ર) ખાતેથી શૌધી કાઢી ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.

(૧) આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ-૧૧ બેંક એકાઉન્ટો ગુન્હામાં ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. (ર) આરોપી રામઆશિષ સિયારામ પાસવાનના અલગ અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટો ચેક કરતા તેમાં રૂ ૧.૬૭,.૦૪.૦૦૦/ર્ં ના ટ્રાન્જેકશન થયેલ હોવાનું જણાઇ આવેલ છે. વધુ બેંક એકાઉન્ટોની તપાસ ચાલુ છે. (૩) આરોપી રામઆશિષ સિયારામ પાસવાન સને-ર૦૦૯ થી આ પ્રકારના ગુન્હા આચરતો આવેલ છે. (૪) આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઇ, બંગ્લૉર, ચેન્નઇ, હૈદરાબાદ તથા દિલ્હીમાં ગુજરાતી મીડ ડે, ઇગ્લીશ મીડ ડે, ટાઇમ્સ ઓફ ઇન્ડીયા, નવભારત વિગેરે ન્યુઝ પેપરો મારફતે જાહેરાત આપતો હતો.

(1:07 pm IST)