Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

હોટલો ૧૦ સુધી ખુલ્લી રાખવાનો અમલ શરૂ

કરફયુમાં ૧ કલાકની છુટ મળતા લોકો મોડે સુધી ફરતા રહયાં: હોટલો જોવા મળી હાઉસફુલ

સામાજિક પ્રસંગોમાં પણ થોડી છૂટછાટ માટે હોટેલિયરને સરકાર પાસે આશા

રાજકોટ, તા.૨: ઘણા લાંબા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના તમામ  મોટા શહેરોના હોટલ સંચાલકોની સરકાર સમક્ષ રજૂઆત હતી  કે મોડ સુધી હોટેલો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે.  છેલ્લા જાહેરનામામાં સરકારે રવિવારથી હોટેલ રત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની અને રાત્રે ૧૧ બાદ કરફ્યૂનો અમલ  કરવાની જાહેરાત કરી તેને પગલે રવિવારે મોડે સુધી તમામ હોટેલોમાં ગ્રાહકો જોવા મળતા હતા અને લોકો પણ કરફ્યૂનો અમલ શરૂ થાય ત્યાં સુધી રોડ પર ફરતા નજરે પડ્તા હતા. હોટલ સંચાલક સંગઠન દ્વારા સામાજિક પ્રસંગોમાં વધારે લોકોની મંજૂરી માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

હોટેલ એસોસિયેશનના નરેન્દ્ર સોમાણી અને દિલીપ ઠક્કરે  જણાવ્યું હતું કે રવિવારના દિવસથી જ હોટેલ દસ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે તેથી રવિવારે હોટેલિયર ખુશખુશાલ હતા. મહિનાઓ સુધી ખાણીપીણીના ધંધાને ખૂબ જ માર પડયો. તેમાંય હોટેલ રેસ્ટોરન્ટ શરૂ કરવાની મંજૂરી આપી ત્યારે મોડી સંાજે બંધ કરી દેવા પડ્તા હતા. સામાન્ય રીતે લોકો પરિવાર સથે મોડી સાંજે જ હોટેલમાં જમવા જવાનું પસંદ કરતા હોય છે અને ત્યારે હોટેલ- રેસ્ટોરન્ટ બંધ કરી દેવા પડ્તા હતા જેને પગલે અમદાવાદ સહિત રાજયના તમામ મોટા શહેરોના હોટેલ અને રેસ્ટોરન્ટમાં સંચાલકો દ્વાર સરકાર સમક્ષ હોટેલ રેસ્ટોરન્ટ મોડી રાત્રિ સુધી ખુલ્લી રાખવાની મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી હતી. વારંવારની રજૂઆત બાદ તાજેતરમાં જ સરકાર દ્વારા રાત્રે કરફ્યૂનો અમલ ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવી હતી. ૧લી ઓગસ્ટ રવિવારથી હોટેલો રાત્રે ૧૦ સુધી જ આશા ખુલ્લી રાખવાની શરૂ થઈ ગઈ છે જેને પગલે લોકોએ પણ રવિવારે બહાર ફરવા જવાનો અને બહાર જમવાનું નકકી કરી દીધું હોવાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી શહેરની તમામ હોટેલો ભરચક જોવા મળતી હતી. જયારે કરફ્યૂમાં પણ એક કલાકની છૂટ મળતા શહેરના તમામ માર્ગો ઉપર રાત્રે ૧૧ સુધી લોકો જોવા મળતા હતા ત્યારબાદ પણ શહેરમાં છૂટાછવાયાં લોકો ફરતા નજરે પડતા હતા તંત્ર દ્વારા લોકોને પરેશાની ન થાય તે રીતે સામાન્ય પૂછપરછ કરવામાં આવતી હતી.

(9:58 am IST)