Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

નર્મદા જિલ્લાના ઝરણાવાડી ગામે જમીનના ઝગડામા સગા ભાઈને મોતને ધાટ ઉતારતાં પિતા પુત્ર

પિતા પુત્રે સાથે મારી સગાં ભાઈને તેના ધર સામે જ માથામા લાકડાના ફટકા મારતા સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત:દેડિયાપાડા પોલીસે પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો :પિતા પુત્રે ગ્રામ પંચાયતના બોરના વીજ મીટરની તોડફોડ કરતા સરકારી સંપત્તિને નુકશાન કર્યાનો પણ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના ઝરણાંવાડી ગામ ખાતે જર જમીન અને જોરુ ત્રણેય કજીયા ના છોરુ ની ઉક્તિ ને સાર્થક કરતો બનાવ ગતરોજ મોડી રાત્રે બન્યો હતો.

 

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર બનાવ મા સગાં ભાઈ અને ભત્રીજા એ સાથે મળી પોતાના ભાઈ ને જમીન ના નજીવા મામલે માથા મા લાકડા ના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ મામલે મૃતક ના પુત્ર ભરતભાઈ રાયસીંગ વસાવા એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઈ.પી કો.
૩૦૨,૪ ૨૭,૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા પ્રીવેંન્સ ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩,૭ મુજબ આરોપીઓ ( ૧ ) વજેસીંગભાઇ ખાલીયાભાઇ વસાવા ( ૨ ) નિતેશભાઇ વજેસીંગભાઇ વસાવા બન્ને રહે . ઝરણાવાડી , ટેકરા ફળીયુ , તા.દેડીયાપાડા , જી . નર્મદા મરણ જનાર રાયસીંગભાઇ ખાલીયાભાઇ વસાવા ઉ , વ ૪ પ રહે ઝરણાવાડી,ટેકરા ફળીયુ,તા.દેડીયાપાડા, જી ,નર્મદા સામે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ ની વાત કરીએ તો તા .૦૧ / ૦૮ / ૨૦૨૦ ના રાત્રે 12 વાગે મોજે ઝરણાવાડી ગામે , તેકરા ફળીયા ખાતે . આ કામના મરણ જનાર રાયસીંગ ખાલીયાભાઈ વસાવા ના ઘરના આંગણામા આ કામના આરોપી ને -૧ વજેસીંગ ભાઇ ખાલીયાભાઇ વસાવા નાઓને ભાગમાં મળેલ જમીન મરણ જનારને ભાગમાં મળેલ જમીન કરતા ઓછી છે અને ખેતરની જમીન વચ્ચેનો પાળ આરોપી નં ૧ ના ભાગના ખેતરની જમીનમાં આવેલ છે તેવુ માની આ કામના આરોપી ને ૧ નાઓના આ બાબતે આજથી ત્રણેક વર્ષ પહેલા મરણ જનાર પોતાના સગા ભાઈ સાથે ઝધડા થયેલ હતા.

ઝગડાનુ મન દુ:ખ રાખી ઉપર જણાવેલ તારીખ ટાઇમ જગ્યાએ આ કામના આરોપી નં- ૧ તથા તેમના છોકરા આરોપી નં ૨ નિતેશભાઇ વજેસીંગભાઇ વસાવા નાઓએ ગઇ કાલ તા .૦૧ / ૦૮ /૨૦૨૦ ના રોજ આ કામના મરણ જનાર સગા ભાઈ સાથે બોલા ચાલી ઝગડો કરી મરણ જનારને ગમે તેમ ગાળો બોલી “ આજે તને અમે પતાવી દેવાના છે અને કોઇ પણ તને બચાવવા આવવાનું નથી ” તેમ કહી ધાક ધમકી આપી આરોપી ને -૧ તથા આરોપી નં ૨ નાઓએ આ કામના મરણ ના ઘરે જઇ ઘરના આંગણામાં ઉભેલ આ કામના મરણ જનારને આરોપી ૧ નાઓએ એક સપાટો ડાબા હાથે તથા બીજો સપાટો માથામાં પાછળના ભાગે લાકડાના દંડા વડે જોરથી મારી મરણ જનાર રાયસીંગભાઇ ખાલીયાભાઇ વસાવા ઉ.વ .૪ પ નું સ્થળ ઉપર મોત નીપજાવી ખુન કરી નાખ્યું હતું.

બીજા આરોપીએ મરણ જનારના ઘરની છતના નળીયા અને નાવણીયામાં રાખેલ પલાસ્ટીકની ડોલો અને અડાળીમાં રાખેલ સીમેંટનું પતરૂ તથા ઘરનું વિજ મિટર અને ઘરના આંગણામા આવેલ ગ્રામ પંચાયતની બોર ની મોટર નુ વી મીટર વિગેરે ની તોડફોડ કરી હતી.પોલીસે આ મામલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. કેસની તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એ.આર.ડામોર કરી રહ્યા છે.

(6:42 pm IST)
  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST