Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

માનવતાની મિશાલ,સિદ્ધાંતો જેમના માટે પેલા હતા એ વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી હતા: જનતા હંમેશા યાદ કરશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :પોલીસનું નામ આવતા લોકોમાં ડર હોઇ છે પણ આ અધિકારી જ્યાં ગયા ત્યાં યાદ મુકતા ગયા એ છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી જેની બદલી દેવ ભૂમિ દ્વારકામાં કરવામાં આવી છે.વલસાડ જિલ્લામાં સવથી વધુ  ફરજ પર રહેનાર અધિકારી સુનિલ જોષી છે.વલસાડ જિલ્લા આસપાસ દારૂના દૂષણો , ચોરીના ગુના કે હોઇ કરોડોની લૂંટના ગુના દિનરાત માર્ગદર્શનમાં મદદ કરનારા આ અધિકારી હતા.કોરોનાની માહામારીમાં શ્રમિકોને મદદે ગયા શ્રમિકો પણ કહેતા ગયા આ અધિકારી જેવી મદદ કોઇ પરીવાર પણ ના કરે.વલસાડ જિલ્લામાં અસંખ્ય શ્રમિકો હતા વાપીમાં સુનિલ જોષી તેમજ જ્યાં વધુ હતા ત્યાં અનાજ , કપડા કોઇ પરિવારને તેના વતને હોસ્પિટલમાં મદદની જરૂર પડી તો અડીખમ થઈ ઉભા હતા આ અધિકારી.વલસાડ જિલ્લામાં પોલીસ સાથે ભાઈ , પરિવારની જેમ ઉભા હતા જ્યારે બદલીથી જિલ્લા કર્મચારીમાં આંસુ પણ નજરે પડ્યા હતા આ અધિકારી અમારી લાઈફના સારા માર્ગદર્શન અને માન આપનાર અધિકારી હતા તેવી પોલીસ બેડામાં ચર્ચા હતી.વલસાડ જિલ્લામાં અનેક લોકોની અરજદારોની પણ મદદ કરી છે આ અધિકારી એ , જેમનો જીવન મંત્ર લોકોની મદદ કરવી લોકોને ન્યાય અપાવવો તે માનનારા આ અધિકારી હતા.

(6:24 pm IST)