Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, "જીવદયા ધામ" ગોધરામાં ગૌમાતાઓને ૧૦,૦૦૦ કિલો લીલા ઘાસચારો નીરવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ઘાસચારો નીરવામાં આવ્યો: મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો તથા શ્રીમતિ પ્રભાબેન કાનજીભાઈ શેઠના સુપુત્ર જેન્તીભાઈ કાનજીભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ઘણા વર્ષોથી જીવ દયા - કરુણા અભિયાન ચાલે છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદ વંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાંઆજ રોજ પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકામાં મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપ દાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી,શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ,  "જીવદયા ધામ"નાં સંચાલક શ્રીમતિ પ્રભાબેન કાનજીભાઈ શેઠના સુપુત્રજેન્તીભાઈ કાનજીભાઈ શેઠની ઉપસ્થિતિમાં ગૌમાતાઓને ૧૦,૦૦૦ કિલોગ્રામ લીલો ઘાસચારાનું નીરણ કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની આજ્ઞાથી પૂજનીય સંતોએ ૧૫૦૦ ગૌમાતાઓને લીલો ઘાસચારો નીર્યો હતો

(6:09 pm IST)