Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કેવડિયા કોલોની બજારમાં મુકેલ બીઓબી ના મશીનોની ડિસ્પ્લે તોડી ૨૫ હજાર નું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અમુક બેન્કોના એટીએમ મશીનો શોભના ગાંઠિયા સમાન હોય અરજન્ટ જરૂરિયાત સમયે કામ ન કરતા હોય અથવા અંદર કેસ ન હોય તેવા સમયે ગ્રાહકો બેબાકળા બની જતા હોય છે.

 નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ના બજાર માં મેન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા ની શાખામાં બેંક તરફથી એક ATM મશીન ,પ્રિન્ટર મસીન તથા એક ડીપોઝીટ મશીન મુકવામાં આવેલ હોય જેને ગઇ તા ૩૧/ ૭/ ૨૦૨૦ ના દિવસે કોઇ અજાણ્યા વ્યક્તિ એ ડસ્ટબીન મારી ATM મશીનની ડીસપ્લે તોડી નાખતા આશરે રૂ.૨૫,૦૦૦ જેટલા નું નુકશાન કરતા આ બાબતે બેંક સત્તધીશો એ કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 

(5:27 pm IST)