Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા ભરૂચ-નર્મદા ખાતે મહિલા સશક્તિકરણ નિમિત્તે વ્હાલી દીકરી યોજનાની ઉજવણી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરી દિવસ ની ઉજવણી માં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ કરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસને દીકરી દિવસ તરીકે ઉજવવમાં આવ્યો હતો.

 જેમાં અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ તરફ થી દીકરીના માતા પિતાને ઘરે ઘરે જઈ રૂબરૂ મળી વ્હાલી દીકરી યોજનાની માહિતી,દીકરીના આરોગ્ય,શિક્ષણ, પોષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

  ઉપરાંત કોઈ પણ પ્રકાર ની મુશ્કેલીમા અભયમ 181 મહિલા હેલ્પ લાઇન નો સંપકઁ કરી શકાય જેમાં બાળકોની જાતીય સતામણી, છેડતી,ભ્રુણ હત્યા,બાળલગ્ન વગેરે મા અભયમ ની મદદ લેવા માહિતી પુરી પાડવામાં આવી હતી.

 મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આજરોજ દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા અને માતાઓને દીકરી દીવસ અને વ્હાલી દીકરી યોજના વિશે,181 મહિલા હેલ્પલાઇન વિશે, અને કોરોના વિશે માહિતી આપી સન્માન કર્યું હતું.

 જ્યારે નર્મદા સ્ટાફ સખી સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભાગ લેનાર રાજ્ય મહિલા સુરક્ષા ડાયરેક્ટર અધ્યક્ષ ભારતીબેન તડવી OSC સંચાલક છાયાબેન OSC સ્ટાફ,181 મહિલા કાઉન્નસેલર જીગીષા ગામીત તેમજ આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો જેમાં 181 એપ ડાઉનલોડ કરાવી 181વિશે માહિતી આપી છે તૅમજ પેમ્પલેટ વિતરણ કરવા માં આવ્યું હતું.

(5:12 pm IST)