Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામ દ્વારા રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

'લમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં કાર્યક્રમનું આયોજન કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામ દ્વારા વિરમગામ એપીએમસી ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ૧૬ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. 

   વિરમગામના પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયાના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામના સંયોજકો દ્વારા સરકીટ હાઉસ વિરમગામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ૩૦ જેટલા છોડ રોપવામાં આવ્યા હતા.    સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નવદિપભાઇ ડોડીયા, નરેશભાઇ શાહ, કિરીટસિંહ ગોહિલ, હિતેશભાઇ મુનસરા, તેજશભાઇ વજાણી, નીલેશ રાણા, કીરણ સોલંકી, જગદીશ રાવળ, રસીક કોળી સહિતના કાર્યકર્તાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:06 pm IST)
  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST

  • ભારે ઉકળાટ અને ગરમી બાદ નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટાં:વિરાણી, દેવીસર વિસ્તારના વરસાદ : નખત્રાણા શહેર પણ વરસાદી ઝાપટાં access_time 6:24 pm IST

  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST