Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

આજે રાજયના મુખ્યમંત્રીના જન્મ દિને રોજગાર દિન ટિવટર પર વિરોધ કરાયો

ગુજરાત શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા સાથે ટવીટર ટ્રેન્ડની ભેટ અપાઇ

ગાંધીનગર :ગુજરાતમાં સરકારી નોકરીમા ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર સમિતિના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં વિરોધ દર્શાવીને લાંબી લડત આપી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના 64ના જન્મદિન પર સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ શરૂ કરાયો છે. શિક્ષિત બેરોજગાર સમિતિ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM of Gujarat)ને જન્મદિવસની શુભેચ્છા અને ટ્વિટર ટ્રેન્ડ ભેટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્વિટર પર વિરોધ દર્શાવવા એક ટ્રેન્ડ શરૂ કરાયો છે. ટ્રેન્ડ શરૂ થતા જ ટ્વિટર પર એક પછી એક ટ્વિટ થવા લાગી હતી, અને આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું.

શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા જણાવ્યું કે, આજરોજ આપણા લોકલાડીલા એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનો જન્મદિવસ છે ત્યારે આપણે "ગાંધીગીરી'" રૂપે તમામ ગુજરાતની સામાન્ય જનતા અને તમામ વિદ્યાર્થી તેને ટ્વીટર ઉપર ટ્વીટર ટ્રેન્ડથી અભિયાન ચલાવીશું અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી આપણે આપણી વેદના રજૂ કરીશું. સવારે ૯ વાગે આપણે ટ્વિટર હૅશટૅગ આપી દઇશું. અને તે હૅશટૅગને પૂરા ભારતમાં પ્રથમક્રમે લાવીશું. તમામ લોકો પૂરો સાથ સહકાર આપજો. 10 વાગે એકસાથે

તો ટેગ સાથે ઢગલાબંધ ટ્વિટ થઈ હતી. યુવાઓએ પોતાનો રોષ ટ્વિટના માધ્યમથી વ્યક્ત કર્યો હતો, તો સાથે જ નોકરી અપાવવાની માંગ સાથે સીએમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. યુવકોએ કહ્યું કે, CMની વર્ષગાંઠ ઉકલે બેરોજગારીની મડાગાંઠ. તો અન્ય એક ટ્વિટરરાઈટે લખ્યું કે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, ભગવાન તમને લાંબુ જીવન અર્પણ કરે. શિક્ષિત_યુવા_બેરોજગાર યુવાનોની વેદનાં અને સંવેદના આપ જલ્દીથી સમજી અટકી રોજગારી આપો તે આશા.

ડ્રેગન ફ્રુટની ખેતી કરીને અમરેલીના આ ખેડૂત ડબલ નહિ, પણ દસ ગણી આવક મેળવે છે

આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ ટ્વિટર હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતભરના યુવાનો છેલ્લા કેટલાય સમયથી આ આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ યુવા બેરોજગાર હેશટેગ મામલે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 1 લાખ કરતા વધુ રોજગારી ગુજરાત સરકારે આપી છે. સમિતિના આગેવાનોને હું મળ્યો હતો. કેટલાક મુદ્દા કોર્ટમાં છે, અને બાકીની પ્રક્રિયા તીવ્ર ગતિએ ચાલી રહી છે. ભાજપના કાર્યકરો અહીં છીએ ત્યારે યુવાનોની વેદના અને બેરોજગારીથી અમે વાકેફ છીએ. સીએમ પણ ચિંતિત છે, અમે પરિણામ ટૂંક સમયમાં આપીશું.

(1:30 pm IST)
  • આજે બપોરે ૩-૦૦ વાગ્યે સુરતમાં મુખ્યમંત્રીની બેઠક સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કલેકટર સાથે બેઠક યોજાશે શહેર-જિલ્લાની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે access_time 2:30 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST