Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કાલે નાળીયેળી પૂનમથી ૧૪ હજાર માછીમારો રોજી-રોટી માટે દરિયામાં જવાનું મુહૂર્ત કરશે

કોરોનાને લીધે ઘણા સમયથી માછીમારો બેકાર થયા છે

નવસારી : એક બાદ એક એમ તમામ કુદરતી આફતોનો માર સહન કરી રહેલ સાગર ખેડૂઓની કોરના નામક મહામારીએ કમર તોડ ફટકો આપ્યો છે ત્યારે લોકડાઉન બાદ ફરી અનલોકમાં માછીમારો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો એ માટે જીલ્લાના 1200થી વધુ ટ્રોલર બોટના માલિકો તેમજ 14000થી વધુ માછીમારો નારિયેળી પૂનમથી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરશે પરંતુ કોરોનાએ માછીમારોની દશા અને દિશા બંને બદલી નાખી છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ એહવાલ

 કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ સહિત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું હતું જેની સીધી અશર ધંધા-રોજગારો પર પડતા આર્થિક દ્રષ્ટિએ લોકોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે આપણે એવા લોકોની વાત કરી રહ્યા છે કે જેઓ છેલ્લા એક વર્ષથી કુદરતી આફતોનો જેવી જે અતિવૃષ્ટિ ,ક્યાર અને વાયુ ,નિસર્ગ વાવાઝોડાનો ભોગ બનતો આવ્યો છે અને ત્યાર બાદ આ કોરોનાના દૈત્યએ માછીમારોને કમરતોડ ફટકો આપ્યો હતો જેના કારણે નવસારીના 14000 થી વધુ માછીમારો અને 1200 ટ્રોલર બોટના માછીમારોને અંદાજિત કરોડો રૂપિયાની નુકશાનીનો માર સહન કર્યો હતો.

(1:28 pm IST)