Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોનાને લઇ બહેનોએ જાગૃતિ દાખવી : ભાઇને રૂબરૂ મળવાને બદલે પોસ્ટથી રાખડી મોકલવાનો ટ્રેન્ડ ૩૦ ટકા વધ્યો

ઇન્ટર નેશનલ ફલાઇટો બંધ હોવાથી વિદશ પણ પોસ્ટ દ્વારા રાખડી મોકલાય છે : પોસ્ટ તંત્રને સારી આવક થશે : પોસ્ટ તંત્રને સારી આવક થશે

અમદાવાદ: કોરોનાનું ગ્રહણ રક્ષાબંધન પર જોવા મળયુ છે. બહેનો ગમે ત્યાં હોય રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા રૂબરૂ જાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે બહેનો રાખડી બાંધવા માટે રૂબરૂ જઈ શકે તેમ નથી. તેમજ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા પણ જરૂરી છે.

ત્યારે ઘણી બહેનો વર્ષે ભાઈને તેમના ઘરે જઈ રાખડી બાંધવાના બદલે પોસ્ટ દ્વારા રાખડી મોકલી આપી છે. જેના કારણે પોસ્ટ દ્વારા રાખડી મોકલનારાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.

વર્ષે કોરોના મહામારીના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી સાદી ટપાલ દ્વારા વિશ્વભરમાં રાખડી મોકલી શકાઈ નથી. જેના કારણે ભારત બહાર રાખડી મોકલવા માટે બહેનોને ફરજિયાત સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવી પડી છે. જેના માટે 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ચાર્જ પણ ચુકવવો પડ્યો છે.

(12:14 pm IST)