Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

અમદાવાદના પોલીસ કમિશ્નરપદે સંજય શ્રીવાસ્તવ : નવા આઈ.બી. વડા અનુપમસિંહ ગેહલોત અને વડોદરાના પોલીસ કમિશ્નરપદે અજય તોમર

ઉચ્ચ કક્ષાએ લેવાયેલ મહત્વના નિર્ણયોની ગમે ત્યારે સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા. ૧ : રાજયના મુખ્ય પોલીસ વડા તરીકે શ્રી આશીષ ભાટીયાની પસંદગી થતા અમદાવાદ પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા ઉપર કોઈ નિમણુંક ન થવાના કારણે અનેકવિધ અનુમાનો અને અટકળો વચ્ચે આ સ્થાન ઉપર રાજયના સીઆઈડી વડા શ્રી સંજય શ્રીવાસ્તવને પસંદગી કરવાનું રાજય સરકારે ફાઈનલ કરી લીધુ છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરપદના અન્ય દાવેદાર અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમરને વડોદરાના પોલીસ કમિશ્નરપદે નિમવાનો પણ નિર્ણય ઉચ્ચકક્ષાએ લેવાયો છે.

વડોદરાના હાલના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતની ગુજરાતના નવા ગુપ્ત ચરવડા (આઈ.બી.) બનાવવાનો નિર્ણય પણ લેવાયાનું ટોચના સૂત્રોએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

આઈ.બી. વડાનું સ્થાન જે રાજકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય છે કે અને આ સ્થાન ઉપર રાજય સરકારના ખૂબ જ વિશ્વાસુ અને કાર્યદક્ષ અધિકારીની પસંદગી કરવાનું વલણ શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા તે સમયથી શરૂ થયુ છે.

વડોદરાના પોલીસ કમિશ્નર અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ખૂબ જ વિશ્વાસપાત્ર અધિકારીમાં સ્થાન ધરાવતા હોવા ઉપરાંત ભૂતકાળમાં તેઓએ ૨૦૧૨ની સાલમાં આઈ.બી.માં ખૂબ જ યશસ્વી ફરજ ફીલ્ડ કામગીરી જેવા જ ઉત્સાહથી કરી હોવાથી રાજય સરકાર તેના પર પસંદગી ઉતાર્યાનું માનવામાં આવી રહ્યુ છે. આ અંગેના સત્તાવાર હુકમો તુર્તમાં થશે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે.

(3:57 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST