Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીનો યશસ્વી જીવનના ૬૫માં વર્ષમાં પ્રવેશ : ચોમેરથી શુભેચ્છા

કોરોના જેવી કુદરતી આફતનો પડકાર ઝીલી સતત પ્રજાજનોની પડખે ઉભા રહેતા વિજયભાઈનો કાલે જન્મદિન

વાપી, તા. ૧ : ગુજરાતના જાણીતા અને માનીતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આવતી કાલે એટલે કે ૨ જી ઓગષ્ટને રવિવારે જન્મદિવસ છે તેમના આ જન્મદિને તેમને શુભેછા આપવા સંઘ તેમજ ભાજપના કાર્યકરથી લઈ ભાજપના અગ્રીમ હરોળના નેતા આતુર છે.

શ્રી વિજયભાઈના આવતીકાલના જન્મદિન વેળાએ તેમની યશસ્વી કારકિર્દીની એક ઝલક જોઈએ તો ૨ જી ઔગષ્ટ ૧૯૫૬ના રોજ બર્માના રંગુન શહેરએ વિજયભાઈનો જન્મપિતાનુ નામ રમણીકલાલ અને માતાનુ નામ માયાબેન... બર્મામાં અચાનક રાજકીય અસ્થિરતા સર્જાઈ અને રમણીક ભાઈએ સૂઝબૂઝ વાપરી બર્મા ને કર્યું અલવિદા અને રાજકોટ આવી વસવાટ શરૂ કર્યો એ વર્ષ હતું ૧૯૬૦નુ એટલે કે માત્ર ૪ વર્ષની વયે વિજય ભાઈ રાજકોટ આવ્યા હતા વિજય ભાઈએ રાજકોટમાં શિક્ષણ નો કયો આરંભ પ્રાથમિક શિક્ષણ બાદ તેઓ વધુ અભ્યાસ અર્થે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં જોડાયા

કિશોર વયે જ તેમની નેતૃત્વ શકિત નો પરચો જોવા મળ્યો વિદ્યાર્થીઓના આગેવાન રહી તેઓ કોલેજમાં જીએસ તરીકે ચૂંટાયા એટલુ જ નહિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં પણ સક્રિય બન્યા.

વિદ્યાર્થી કાળ દરમ્યાન જ વિજય ભાઈ સંઘના રંગે રંગાયેલ હતા એમાં આવી કટોકટી...૧૯૭૬ની કટોકટી દરમ્યાન વિજય ભાઈ લોક આંદોલન માં જોડાયા એટલુજ નહિ આશરે ૧ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો એક બાજુ વિજય ભાઈની ઉંમર આગળ વધતી ગઈ તો બીજું બાજુ તેમની રાજકીય કારકિર્દી નો ગ્રાફ પણ આગળ ધપતો ગયો.

૨૪ વર્ષની વયે વિજયભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો ધીરે ધીરે કુનેહ અને નીતિથી ભાજપમાં પોતાની જગ્યા બનાવતા ગયા પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપતા ટૂંક સમયમાં જ લોકપ્રિય બનવા લાગ્યા ૧૯૮૭ના વર્ષમાં કોર્પોરશનની ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા... આ સમય દરમ્યાન જ વિજય ભાઈએ રજકો શહેર ભાજપના મહામંત્રીની જવાબદારી પણ સંભાળી.

કોઈ પણ મુશ્કેલી હોઈ કે હોઈ કોઈ સમસ્યા વિજય ભાઈ સદા અગ્રેસર હોય વિજય ભાઈને વિનમ્રતા તો જાણે વારસામાં મળી હતી ભાજપના અગ્રણી નેતાઓની નજરમાં જવાબદાર વ્યકિત તરીકે વસવા લાગ્યા જીલ્લા પ્રભારીની જવાબદારી પણ સુપેરે બજાવી એટલુ જ નહિ ભાજપ મોવડી મંડળએ તેમણે પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપી એ કસોટીમાં પણ તેઓ સફળ રહ્યા.

એક ભાષામાં કહીએ તો .... આશરે ૨૦ વર્ષ પક્ષ ને  મજબુત બનાવવામાં ખર્ચી નાખ્યા .....૧૯૯૮માં શ્રી કેશુભાઈ પટેલની સરકારમાં તેમને સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેનની જવાબદારી સોપાઈ વિજય ભાઈ એક પછી એક જવાબદારી નિભાવવામાં સફળ થતા ગયા ...ધારાસભ્ય બન્યા ...મંત્રી બન્યા ...અને ભાગ્યના જોરે મુખ્યમંત્રી પણ બન્યા ત્યારે કેટલાક હિતેચ્છુ અને પ્રતિસ્પર્ધીઓને એવું લાગ્યું કે ભલે બની તો ગયા પરંતુ લાંબુ નહિ ખેંચી શકે એમા જ આવ્યું દલિત આંદોલન...તેમજ પાટીદાર અનામત આંદોલન આ બંને વિકરાળ સમસ્યા જ તેમની સામે મો ફાડી ને ઉભી હતી પરંતુ આ તો હતા વિજય ભાઈ તેલ જોતા ગયા અને તેલ ની ધાર સ્તિથી અનુસાર નિર્ણયો લેતા ગયા અને આગળ ધપતા ગયા

જોતજોતામાં તો ફરી વિધાનસભાની ચૂંટણી પણ આવી આ વેળાએ પણ વિજય ભાઈએ પક્ષને વિજય આપવી ૨૨મી ડીસેમ્બરના રોજ બીજી વખત રાજયના મુખ્યમંત્રી બન્યા હવે તો વિજય ભાઈને જાણે અધિકારીઓ પાસેથી કામ લેવાની ફાવટ આવી ગઈ હતી.

વિજય ભાઈ એ મુખ્યમંત્રી તરીકે પ્રજાજનો ના દિલ જીત્ય છે કોઈ પણ આફત વેળાએ વિજય ભાઈ સતત ખડે પગે ઉભા રહી જે તે સવલતો પૂરી પાડી પ્રજાજનોની હાલાકી ઓછી કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે

આશરે છેલ્લા આઠેક  માસથી  કુદરતી કહેર કોરોના સામે જાણે ગુજરાતની કરોડો જનતા વતી લડી રહ્યા છે અને કદાચ એટલેજ રાજયના લાડીલા મુખ્યમંત્રી કેહવાય રહ્યા છે.

આવતીકાલે એટલે કે ૨ જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ શ્રી વિજયભાઈ પોતાની યશસ્વી કારકિર્દીના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ 'અકિલા  પરિવાર' તરફથી હાર્દિક શુભકામનાઓ.

(11:47 am IST)
  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • આજે બપોરે ૩-૦૦ વાગ્યે સુરતમાં મુખ્યમંત્રીની બેઠક સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કલેકટર સાથે બેઠક યોજાશે શહેર-જિલ્લાની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે access_time 2:30 pm IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST