Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોનાના વધતા કહેરનો તાગ મેળવવા તંત્રના ભારે ઉધામા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે સુરતમાં : સુરતમાં સતત કેસનો વધારો થતાં વિવિધ પગલા ભરીને કેસને કાબૂમાં લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે

અમદાવાદ, તા. : અમદાવાદ બાદ કોરોનાના કેસ સતત સુરતમાં વધારો થઈ રહ્યો છે, આવામાં શહેરની સ્થિતિનો તાગ મળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે.કોરોના વાયરસના કારણે અમદાવાદ બાદ સુરતમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. સતત સુરતમાં કેસનો વધારો થતાં વિવિધ પગલા ભરીને કેસને કાબૂમાં લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન સુરતની મુલાકાત લેવાના છે. બેઠકમાં અધિકારી અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. જ્યાં કોરોનાના ફેલાવાને અટકાવવા માટે કેવા પગલા ભરવા જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.આજથી અનલોક-૩નો પ્રારંભ થઈ ગયો છે જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂ દૂર કરવાની જાહેરાત કરી છે, સાથે જીમ અને યોગા સેન્ટર પણ ખુલ્લા મૂકવાની મંજૂરી આપવામાં આવી છે,

             આવામાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે પૂરતા પગલા ભરવા પણ જરૂરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરત જઈને શહેરની સ્થિતિનો તાગ મેળવશે. દરમિયાન રિપોર્ટ્સ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરમાં ૧૦૦૦ બેડ્સની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ છે તેનું પણ લોકર્પણ કરશે. પહેલા રાજકોટમાં વિજય રૂપાણી ગયા હતા અને તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને કોરોના વાયરસની સ્થિતિને કાબૂમાં લેવા માટે વાત કરી હતી, આજ રીતે હવે તેઓ આવતીકાલે સુરત જઈ રહ્યા છે અને ત્યાં ધારાસભ્યો અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવી રહે છે.રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધારે કેસ સુરતમાં છે, હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે અમદાવાદ કરતા સુરતમાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે,

           દરરોજ નોંધાતા કેસમાં પણ સુરતનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે શુક્રવારે અમદાવાદમાં કોરોનાના કારણે કોરોનાના કારણે ૪નાં મોત નોંધાયા હતા જ્યારે સુરતમાં ૧૧ લોકોના મોત નોંધાયા હતા. આવામાં સ્થિતિને કાબૂમાં લાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.સુરતમાં અત્યાર સુધીમાં લાખ ૧૨ હજાર કરતા વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાલ ૩૭૩૨ એક્ટિવ કેસ છે જ્યારે કુલ ૪૧૧ લોકોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. સુરતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો ૮૯૨૬ છે.

(7:59 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST