Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજ્યના 88 હજાર વકીલો માટે મોટી રાહત: હાઈકોર્ટે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપી

તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

 

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી મળતા વકીલ આલમમાં રાહતની લાગણી છવાઈ છે. હાઈકોર્ટે ફિજિકલ ફાઈલિંગની મંજુરી આપતા બાર એસોસિએશનના સભ્યો દ્વારા જાહેર કરાયેલ બુધવારે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામા આવ્યો છે.. હાઇકોર્ટ દ્વારા આગામી ચોથી ઓગસ્ટ થી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી છે. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી છે. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાત રાજ્યના વર્તમાન સમયમાં બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા 88,000 ધારાશાસ્ત્રીઓ અને ન્યાય માટે ઝઝૂમી રહેલા સંખ્યાબંધ લોકો આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રતીક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી.

(12:27 am IST)