Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે પોલીસનો દરોડો : આઠ જુગારીઓ ઝડપાયા

30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને આપી

 

અમદાવાદ : શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા ચાંદખેડા પોલીસ દોડતી થઇ હતી. રેડ કરવા માટે પહોંચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.

આજે બપોરે ચારેગ વાગ્યાની આસપાસ મોટેરા સ્ટેડિયમના પાછળના દરવાજા પાસેથી 30થી 35 લોકો જુગાર રમી રહ્યા છે. તેવો પોલીસ કંટ્રોલને મેસેજ મળ્યો હતો. જેથી પોલીસ કંટ્રોલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. જુગારનો મેસેજ મળતા સર્વેલન્સ સ્ટાફ દોડતો થયો હતો

 

(11:12 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • ભારે ઉકળાટ અને ગરમી બાદ નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટાં:વિરાણી, દેવીસર વિસ્તારના વરસાદ : નખત્રાણા શહેર પણ વરસાદી ઝાપટાં access_time 6:24 pm IST