Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના સામેની લડતમાં કોવિડ બડીનો સહયોગ ખૂબ જરૂરી

કોરોનાની લડતમાં સ્વરક્ષણ શ્રેષ્ઠ હથિયાર

અમદાવાદ, તા. ૧ : કોરોનામાં પી. પી. ઈ. કીટ પહેરીને દર્દીની સારવાર કરવામાં આવે છે. પરંતુ આ પી. પી. ઈ. કીટ પહેરવામાં ઘણા તબક્કા રહેલા છે. યોગ્ય રીતે પી.પી.ઈ. કીટ પહેરેલી હોય ત્યારે નખશીખ રક્ષણ મળતુ હોય છે. યોગ્ય રીતે પી.પી.ઈ. કીટ પહેરવા માટે અને બરાબર પહેરી છે કે નહીં તેની ખરાઈ કરવા માટે એક મિત્રની ખાસ જરૂર પડે છે. જેને કોવિડ બડી કહેવામાં આવ્યા છે. પી.પી.ઈ. કીટ પહેરવામાં આવે તેને ડોનિંગ કહે છે અને જ્યારે પી.પી.ઈ. કીટ કાઢવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને ડોફિંગ કહેવામાં આવે છે. ડોનિંગ વખતે પગના ભાગથી પી. પી.ઈ. કીટ પહેરવાનું શરૂ કરવામાં આવે છે. સૌપ્રથમ સુ કવર પહેરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર શરીરને ઢાંકતુ સુટ પહેરાય છે. ત્યાર બાદ માથાના ભાગને કવર કરવામાં આવે છે.

          હાથમાં ગ્લવઝ પહેરાય છે.આ તમામ વસ્તુ પહેર્યા બાદ સમગ્ર શરીર ઢંકાઈ જાય તે રીતે પી. પી. કીટ બંધ કરવામાં આવે છે અને છેલ્લે માસ્ક અને ચશમાં પહેરવામાં આવે છે. આ ડોનિંગ પ્રક્રિયામાં સારી રીતે બધી વસ્તુ પહેરાવવા માટે અને તેની ખરાઈ કરવા માટે બડી મિત્રની ભૂમિકા અહમ છે. ડોફિંગ પક્રિયા એ ડોનિંગ પ્રક્રિયાથી રીવર્સ ઓર્ડરમાં તબક્કાવાર અનુસરવામાં આવે છે એટલે કે સરળભાષામાં કહીએ તો ડોનિંગ પ્રક્રિયામાં જે પહેલું પહેર્યુ હોય તે ડોફિંગની પ્રક્રિયામાં  છેલ્લે કાંઢવાંમા આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બડી ના માર્ગદર્શનથી સમગ્ર પ્રક્રિયા સરળ બની રહે છે. સચોટ માર્ગદર્શનના કારણે અનુકરણ કરવામાં મુશકેલી રહેતી નથી. ડોનિંગ અને ડોફિંગની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ સ્ટેપ છૂટી જાય, ક્યાંક બેદરકારી, ગફલત થઈ જાય ત્યારે સંક્રમિત થવાની સંભાવના મહત્તમ રહેતી હોય છે.આવા સમયે બડીની ભૂમિકા મહત્વની બની રહે છે.

          અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં બડીની સિસ્ટમ શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે અથવા બે થી વધારે મિત્રોની ટીમ દ્વારા સારવાર દરમિયાન એક બીજાને સંક્રમિત થતા રોકવા મદદરૂપ બની શકાય.એક બીજાને ઈન્ફેક્શન કંટ્રોલ કરી શકાય. પી.પી.ઈ. ડોનિંગ અને ડોફિંગ, હેન્ડ હાઈજીન પ્રોપર જળવાય તે માટે બડીની ભૂમિકા અગત્યની છે. દુનિયાભર ભરમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવવાનું ચલણ છે.આ દિવસ ગમે તે ભોગે જીવનની દરેક પરિસ્થિતિમાં એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને મદદરૂપ બનતા મિત્રોને સમર્પિત છે.

(9:33 pm IST)
  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • ટીક-ટોક એપ મામલે ચીન ચારે બાજુથી ઘેરાયું : હવે ઓસ્ટ્રેલિયા પણ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં : જાપાનમાં પણ તપાસ ચાલુ : ભારતમાં ચીનની 106 એપ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયેલો જ છે access_time 8:26 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST