Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજપીપળામાં નગરપાલિકા કર્મચારીઓની હડતાલનો અંત આવતા પાણી આફત ટળી

સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યપી.ડી.વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી,નગરપાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ,કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલની રજૂઆતના પગલે સુરતથી ખાસ એડિશનલ કમિશનરની ટીમે દોડી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરમાં નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર જતા શહેરમાં બે ટાઈમ પીવાના પાણીની મોકણ ઉભી થતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી ત્યારબાદ પાલીકા કચેરી પર હલ્લા બોલ કરી માટલા પણ ફોડ્યા પાલીકા પ્રમુખના ઘરે પણ પહોંચી રજુઆત કરી આ બાબતે શહેરમાં ભારે ચર્ચા જગાવતા સાંસદ મનસુખભાઈ વસાવા,ધારાસભ્યપી.ડી.વસાવા,જિલ્લા કલેકટર મનોજ કોઠારી,નગરપાલિકા પ્રમુખ નિગીષાબેન ભટ્ટ,કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલની રજૂઆતના પગલે સુરત થી ખાસ એડિશનલ કમિશનરની ટીમ રાજપીપળા આવી નર્મદા જિલ્લા તંત્ર અને કામદારો સાથે બેઠક કરી એક મહિનામાં પગાર બાબતે કાયમી ઉકેલ લાવવા ની ખાત્રી આપવા ઉપરાંત આ હડતાળની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હોવાની વાત કરી હતી અને નગરપાલિકા તંત્રએ  કર્મચારીઓને એક માસનો પગાર આપી હડતાલ સમેટવા જણાવ્યું પરંતુ એક માસનો પગાર કર્મચારીઓને મંજુર ન હોવાથી કર્મચારીઓ નગરપાલિકાને એ વધુ 25 દિવસની મુદત આપી ચાર મહિનાનો બાકી અને એક મહિનાનો ચાલુ પગાર મળી કુલ પાંચ મહિનાનો પગાર એક માસ માં કરવાની બાંહેધરી લીધી બાદ આ હડતાલ સમેટાઈ હતી.હડતાળનો અંત આવતાજ શુક્રવારે સાંજ થી શહેર માં પાણી છોડતા સૌ એ રાહત અનુભવી હતી

(8:50 pm IST)