Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પંચમહાલ સહીત મધ્ય ગુજરાતમાં વરસાદ નહીવત જેવો વરસતા પાણીના અભાવે ડાંગર અને મકાઇનો પાક નિષ્ફળ જવાની ભીતીથી ખેડુતોમાં ચિંતા

પંચમહાલઃ છેલ્લા ઘણા સમયથી જિલ્લાઓમાં વરસાદ નહીવત જેવો વરસ્યો છે જેને લઇ ખેડુતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડુતોની હાલત કફીડી બની છે. આ વિસ્તારની પ૦૦ હેકટરથી વધુ જમીન પર દાહોદ જિલ્લાના કબુતરી ડેમમાંથી કેનાલ મારફત સિંચાઇનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ હવે આ વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની તૈયારી છે અને મકાઇનો પાક પણ તૈયાર થવાને આરે છે ત્યારે પાણીના અભાવે. આ બંન્ને પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.

પંચમહાલ અને દાહોદ જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફ તાલુકાની અંદાજી પ૦૦ હેકટર જમીનમાં ચોમાસાની ખેતી આધારીત ખેતી માટે ડાંગર અને મકાઇનું પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વરસાદે વિરામ લેતા હાલ ડાંગરનો તૈયાર કરેલો પાક નષ્ટ થવાના આરે છે. તો સાથે જ મકાઇનો તૈયાર થયેલ પાક પાણી વિના નિષ્ફળ જવાની ભીતી છે.

યોગ્ય વરસાદના અભાવે કયારડાની ડાંગરની રોપણી થઇ શકી નથી. બીજી તરફ ઉપરોકત ત્રણ ગામોમાંથી કબુતરી જળાશય યોજના અંતર્ગત સિ઼ચાઇ કે પુલની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ હાલ કેનાલમાં સિંચાઇ પાણી બંધ છે. બીજી તરફ ખેડુતોને ડાંગર રોપણી માટે પાણી અત્યંત જરૂરીયાત છે. પરંતુ કેનાલમાં પાણી આપવામાં આવી રહયું નથી. પાક બચાવવા માટે કેનાલ મારફતે ખેડુતો સિંચાઇ પાણી આપવા માંગ કરી રહયા છે. જે અંગે તાલુકા સદસ્ય પ્રભાતભાઇ ભેદી અને ખેડુતોએડેમ ખાતે જઇ સિ઼ચાઇ પાણી આપવાની માંગણી માટે ડેમના સતાધીશોનો સંપર્ક કરવા પ્રયત્ન કરી જાણ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડુતોમાં નારાજગી વ્યાપી છે.

(6:04 pm IST)
  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST