Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સુરતના મોટા વરાછામાં દૂધ લેવા નીકળેલ આધેડ મહિલાના ગળામાંથી ગઠિયો અછોડો તોડી રફુચક્કર

સુરત: શહેરના મોટા વરાછામાં ગતસાંજે દૂધ લેવા નીકળેલા આધેડ મહિલાના ગળામાંથી ગતસાંજે જયારે ભરથાણા ડી.આર.બી. કોલેજ પાસે પતિ સાથે ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી બે અઠવાડીયા અગાઉ અછોડો તોડી મોટરસાયકલ સવાર ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ અમરોલી અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ગોલ્ડનસીટી રોડ પંચદેવ રો હાઉસ ઘર નં.11 માં રહેતા અને હાલ નિવૃત જીવન ગાળતા જીતુભાઇ કલ્‍યાણભાઇ સવાણીના પત્‍ની હર્ષાબેન ( ઉ.વ. 56 ) ગતસાંજે ચાર વાગ્યે સોસાયટીના નાકેથી દૂધ લઇ ઘરે પરત ફરતા હતા ત્યારે સોસાયટીમાં જ ઘર નં.2 અમે 3ની સામે હેલ્મેટધારી મોટરસાયકલ સવાર તેમની નજીક આવ્યો હતો અને ગળામાંથી રૂ.55,500 ની મત્તાની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. હર્ષાબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ મોટરસાયકલ ચાલક ભાગી છૂટ્યો હતો. 

(5:09 pm IST)
  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST