Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક સાથે 12 કોરોના પોઝિટીવ કેસ આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો શોધવા કરાતી કામગીરી દરમિયાન વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામે ૧૨ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સંક્રમિતોને કોરોનાના કોઇ લક્ષણો જોવા મળ્યા નથી.પરંતુ સલામતી ખાતર તેમને સારવાર આપવામાં આવી રહી છે.

આગામી સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર  બીમારી ધરાવતા હોય તેવા ગ્રામજનોની પણ અલાયદી તપાસ કરવામાં આવનાર છે.જ્યારે,હાલમાં રોજ  ૨૦૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.જેની સંખ્યા પણ વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.

(5:03 pm IST)
  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST