Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજ્યના ૪ મહાનગરના

લોકોએ માસ્ક ન પહેરવાનો ૭.૬૯ કરોડનો દંડ ભર્યો

નવી દિલ્હી,તા.૦૧: ગુજરાતીઓને કોરોનાના કેર વચ્ચે માસ્ક ન પહેરવો મોંદ્યો પડ્યો, સાત કરોડનો દંડ જાહેર સ્થાનો પર માસ્ક પહેરવું ફરજિયાત થયું ત્યારબાદ ગુજરાતનાં ચાર મુખ્ય શહેરોમાં લોકોએ અંદાજે ૭.૬૯ કરોડથી વધારે રકમનો દંડ સરકારને ચૂકવ્યો. જોકે તે છતાં માસ્કની મગજમારી રોજ ચર્ચાનો વિષય બની છે.

અચાનક આવેલી કોરોનાની આપદાએ આપણી જીવનશૈલી, રહેણીકરણી, ખાન-પાન, કામ-ધંધો સહિત તમામ મોરચે પડકાર ઊભો કર્યો છે.

આમાં સૌથી મોટો મુદ્દો માસ્ક અને સામાજિક અંતર જાળવવાની નવી આવી પડેલી ટેવનો છે. અનેક લોકોએ પડકાર ઝીલી માસ્ક પહેરવાની આદત પાડી છે. અનેક હજી પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે, એ વાત સમજી નથી રહ્યા અથવા તો તેને ગંભીરતાથી લઈ નથી રહ્યા.

માસ્કને લઈને નાગરિકો અને તંત્ર વચ્ચે ઘણી રકઝકના બનાવો પણ બન્યા છે. કદાચ એટલા માટે જ હાલમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ૧ ઑગસ્ટથી માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા ૨૦૦ને બદલે હવે રૂપિયા ૫૦૦ દંડ લેવાશે. લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે તેનો અમલ કરાવવાની કામગીરી ગુજરાત પોલીસ પર આવી છે.

પોલીસ માસ્ક ન પહેરનારા લોકોને પકડે છે અને એમની પાસેથી દંડ વસૂલે છે. ગુજરાતમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરતમાં સામે આવ્યા છે, ત્યારે આ બે શહેરો માસ્ક નહીં પહેરવાનો દંડ ભરવામાં આગળ છે. એ પછી રાજકોટ અને વડોદરા છે.

ચારેય શહેરની પોલીસકમિશનરની કચેરીએ આપેલી વિગત મુજબ, જુલાઈ મહિના સુધી અમદાવાદમાં રૂ. ૨,૯૩,૮૭૦૦૦ સુરતમાં રૂ. ૨,૨૩,૩૩,૨૦૦, રાજકોટમાં રૂ. ૧.૮૪,૦૦,૦૦૦ અને વડોદરામાં ૬૮,૧૨,૪૦૦ રૂપિયાનો દંડ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે.

આ આંકડો આમ ગુજરાતની વસતી કરતાં પણ વધારે છે અને હજી આ તો ફકત મોટાં શહેરોની જ વાત છે. નાનાં શહેરોનો આંકડો તો અલગ.

કોરોનામાં માસ્કના મહત્ત્વ વિશે જયારે બીબીસી ગુજરાતીએ સિનિયર ડાઙ્ખ. પાર્થિવ મહેતા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે માસ્ક ન પહેરીને લોકો સંક્રમિત થવાની શકયતા ૬૦ ગણી વધારી દે છે.

ડૉ. મહેતાનું કહેવું છે કે ઙ્કબે વ્યકિત સાથે હોય અને બન્નેએ માસ્ક પહેર્યા હોય તો અને જો તેમાંથી એકને કોવિડ-૧૯ હોય તો સંક્રમણ ફેલાવવાની શકયતા ૯૦ હોય છે. જો બન્નેએ માસ્ક પહેર્યા હોય તો આ શકયતા ૧.૫ ટકા જેટલી હોય છે.

લોકો માસ્કનું મહત્ત્વ સમજે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે ડૉ. પાર્થિવ મહેતા દ્યણા સમયથી સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે વાતો કરી રહ્યા છે.

(3:49 pm IST)
  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • રાજકોટમાં દૂધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડાની હત્યાનો મામલે પ્ર.નગર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ: ગણતરીની મિનિટોમાં પ્ર નગર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી access_time 11:52 pm IST