Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આઇ.એ.એસ. અધિકારીઓની બદલી હમણા નહિ : કૃષિ ખાતાનો હવાલો મનીષ ભારદ્વાજને

રાજકોટ તા. ૧ : રાજ્યમાં આઇ.એ.એસ. અને જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીની વાતો લાંબા સમયથી સંભળાઇ રહી છે. પણ હાલ સરકારમાં સામૂહિક બદલીની કોઇ હિલચાલ દેખાતી નથી. ખાસ જરૂરીયાત સિવાઇ મોટાપાયે બદલીની શકયતા નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. સરકાર હાલ છૂટક બદલી કરીને અથવા વધારાના હવાલા આપીને ગાડુ ગબડાવે છે. ૧૫ ઓગષ્ટ પછી બદલી બાબતે વિચાર થાય તેવા નિર્દેષ છે.

બદલીનો ઘાણવો કાઢવા પાત્ર હોવા છતાં કાઢી શકાતો નથી તેનું સત્તાવાર કારણ કોરોનાની પરિસ્થિતિનું અપાય છે. અન્ય કોઇ કારણ પણ હોય શકે તેવું વહીવટી તંત્રના વર્તુળો અનુમાન કરી રહ્યા છે. સરકારને લગતી વહીવટી અને રાજકીય હિલચાલ પર સરકારી બાબુઓની નજર છે.

કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર ગઇકાલે નિવૃત્ત થતાં સરકારે તેમનો વધારાનો હવાલો સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજને સોપ્યો છે.

(12:59 pm IST)