Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મોડીરાત્રે સુરતના રોયલ રેસિડન્સીના 10મા માળે ફ્લેટમાં આગ: હાઈડ્રોલિકની મદદથી કાબૂમાં લેવાઈ

આગના કારણે તમામ ઘરવખરીનો સમાન બળીને ખાખ

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે, તેને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. હાઈડ્રોલિકની મદદથી માંડ આગ કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આગને પગલે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રોયલ રેસિડન્સીમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શોર્ટ સર્કિટને કારણે રેસિડન્સીના 10 મા માળે આવેલ એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ લાગતા રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગને બૂઝવવા 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. આગના કારણે તમામ ઘરવખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. હાઇડ્રોલિકની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી.

આગ લાગતા જ બિલ્ડીંગના રહીશો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. આગ જ્યાં સુધી બૂઝાઈ ન હતી, ત્યા સુધી રહીશો નીચે જ રહ્યાં હતા. આગ કાબૂમાં આવતા લોકો પોતાના ઘરોમાં ગયા હતા

(12:22 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • સુરત પાલિકા કચેરી ખાતે હજારો લોકો ભુખ હડતાલ પર કતાર ગામ ગોટાવાડીના ટેનામેન્ટના રીડેવલમેન્ટ પ્રશ્ને વિવાદ સર્જાયો access_time 12:46 pm IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST