Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમદાવાદમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાતા કુલ આંકડો 254 પર પહોંચ્યો

બોપલના 3, ઘાટલોડિયાના 2 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર

અમદાવાદ : અમદાવાદમાં 254 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં વધારો કરાયો છે નવા 17 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઉમેરાયા છે આમ શહેરમાં કુલ 254 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ છે 

કોરોના વાયરસે આખી દુનિયાની જાણે બાનમાં લીધી છે. અમદાવાદમાં પણ કોરોનો કેર થંભવાનું નામ નથી લેતો. સતત કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં માઇક્રોઝોન કન્ટેમન્ટે ઝોનમાં પણ વધારો થયો છે.

નવા 17 વિસ્તાર માઇક્રો કન્ટેમેન્ટ ઝોનમાં સામેલ થયા છે. જેમાં બોપલના 3, ઘાટલોડિયાના 2 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે.શહેરમાં કુલ 254 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

(11:49 am IST)