Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આશિષ ભાટીયાએ ડીજીપી પદ ગ્રહણ કર્યું : ચાર્જ સંભાળતાની સાથે પોલીસભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી

રાજકોટ : રાજ્યના પોલીસવડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ પોતાના નવા હોદ્દાના ચાર્જ શિવાનંદ ઝા પાસેથી સંભાળી લીધો છે,

 આશિષ ભાટીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરીને કાયદો વ્યવસ્થા સંદર્ભેની મહત્વની જાણકરી મેળવી હતી,

 નિવૃત થયેલ ડીજીપી શિવાનંદ ઝા ને વિદાયમાન આપવા સાથે નવનિયુક્ત ડીજીપી આશિષ ભાટિયાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વી,ચંદ્રશેખર તથા લો એન્ડ ઓર્ડરના વડા નરસીમાં કોમાર,સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

 

(10:15 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST