Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં અપૂરતી સગવડો બાબતે વિવિધ વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને ઈમેલથી રજુઆત

વિવિધ વેપારી મંડળે મુખ્ય મંત્રીને ઇ મેલ દ્વારા રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના દર્દીઓ ખૂબ જ વધી રહ્યા છે,ત્યારે રાજપીપળા માં આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૫ વેન્ટીલેટર ઉપલબ્ધ હોવા છે આ વેન્ટીલેટર શોભાના ગાંઠિયા સમાન છે,કારણ કે કોઇ ડોકટરને વેન્ટીલેટર ઓપરેટ કરતા આવડતું નથી.અમુક પરિસ્થિતિમાં તો વેન્ટીલેટર ઓપરેટ કરવા માટે પ્રાઈવેટ ડોક્ટરને બોલાવાતા હોવાનું પણ જાણવા મળેલ છે.

કોવિલ હોસ્પિટલમાં ફક્ત એક જ ફિઝિશિયન ડોક્ટર છે, વેન્ટીલેટરની સેવા યોગ્ય રીતે ઉપલબ્ધ ન થવાથી દર્દીઓના મૃત્યુ થાય છે.તેમજ હોસ્પિટલમાં તેમજ લેટરીન -બાથરૂમની સાફ સફાઇ યોગ્ય રીતે થતી નથી તો આ બાબતે યોગ્ય તપાસ કરાવી વેન્ટીલેટર તેમજ અન્ય સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવા માં આવે તેવી વિવિધ વેપારી મંડળ રાજપીપળા દ્વારા સીએમ સહિત આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ ને પણ રજુઆત કરવામાં આવી છે.

(9:41 pm IST)