Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

યુવતીનું ફેક આઈડી બનાવી અભદ્ર ચેટ :ફેસબુક પર રિક્વેસ્ટ નહીં સ્વીકારતા યુવાનનું કારસ્તાન :ધરપકડ

સાઇબર ક્રાઇમની ટીમે ગણતરીના ક્લાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

 

સુરતમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થઇ રહ્યો છે. મુખ્યત્વે જે ગુનાઓ બહાર આવ્યા છે તેમાં ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીઓનાં ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ તેમને બદનામ કરવાનો કારસો રચાયો હતો.

આવો એક કિસ્સો સુરતના શહેરી વિસ્તારમાં રહેતી એક યુવતી દ્વારા સુરતના સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં આરોપી અફઝલ દ્વારા યુવતીનું ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી અન્ય લોકો સાથે બિભત્સ ચેટ કરવામાં આવતી હતી

 . યુવતીને બાબતની જાણકારી મળતાંની સાથે તેણે તાત્કાલિક ફરિયાદ આપી. જો કે સાઇબર ક્રાઇમની ટીમે ગણતરીના ક્લાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તપાસ દરમ્યાન અનેક રાઝ ખુલવા પામ્યા હતા....

 

(10:42 pm IST)