Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ડોક્ટરોના વિરોધ ;લોકસભા બાદ રાજ્યસભામાં સંશોધિત એનએમસી બિલ મંજુર

 

નવી દિલ્હી ;નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પાસ કરાયું છે બિલના વિરોધમાં ડોક્ટરોએ દેશભરમાં હડતાલ પાડી હતી ઇન્ડિયન મેડિકલ એસો, બિલની કેટલીક જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો બિલ મારફત સરકાર વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવથી રોકશે જે શૈક્ષણિક સ્તર પર ઉત્તમ છે પરંતુ આર્થિક કારણે અભ્યાસ કરી શકતા નથી

   ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલને સરકારે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એમબીબીએસ સીટોમાં 50 ટકા સીટો મેનેજમેન્ટને નિર્ણ્ય લેવા અધિકાર આપ્યો છે અને બીજું વ્યવસ્થા છે કે એમબીબીએસની ડિગ્રી હસનલ કરવાવાળાને પ્રેક્ટિસ કરવા માટે એક્ઝિટ ટેસ્ટ પાસ કરવો પડશે અત્યાર સુધી વ્યવસ્થા એવા વિદ્યાર્થી માટે હતી જે વિદેશોમાં એમબીબીએસની ડિગ્રી મેળવી ભારતમાં પ્રેક્ટિસ કરવા ઇચ્છતા હતા બંને જોગવાઈ સામે વાંધો છે

 એનએમસી બિલ -2019 1956માં બનાવેલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સમાપ્ત કરવાની જોગવાઈ છે વાસ્તવમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં વર્ષ 2010માં ભ્રષ્ટ્રાચારનો મામલો બહાર આવ્યો હતો એમસીઆઈના અધ્ય્ક્ષ રહેલા કેતન દેસાઈ વિરુદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો બિલમાં નેશનલ મેડિકલ કમિશન બનાવની જોગવાઈ છે

(1:15 am IST)