Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરામાં પાર્કિંગની સમસ્યાથી લોકોને હાલાકી

વડોદરા:શહેરમાં મલ્ટીપ્લેક્ષ, મોલ અને શોપિંગ સેન્ટરોમાં જે રીતે પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો અંગે તાજેતરમાં હાઇકોર્ટે ચૂકાદો આપ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર અજય ભાદુએ ટાઉન પ્લાનિંગ વિભાગને સર્વેની કામગીરી સોંપી હતી સર્વે પૂરો થયા બાદ આજથી તંત્ર એક્શનમાં આવ્યું છે. સવારથી સાંજ સુધીમાં ૧૨ કોમ્પલેક્સમાં પાર્કિંગની જગ્યાના ગેરકાયદે બાંધકામ તોડી પાડયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમ્યાન શહેરની બહુમાળી ઇમારતો, મોલ-મલ્ટી પ્લેક્સમાં પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ ચાર્જ વસુલાત કરવામાં આવતો હતો તેમજ કોમ્પલેક્ષમાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા હોય તે અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો હતો. સર્વેની કામગીરી દરમ્યાન ૩૧૪ મિલકતનો સર્વે કરવામાં આવ્યો જેમાં ૨૫૧માં ગેરકાયદે બાંધકામ જણાઇ આવ્યું હતું જ્યારે ૪૦ કોમ્પલેક્સ એપાર્ટમેન્ટના સંચાલકોએ સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ હટાવી દીધું હતું. કોર્પોરેશને ૨૫૧ ને નોટીસ જારી કર્યા તે બાદ આજે ટાઉન પ્લાનીંગ વિભાગ અને દબાણ શાખાની ટીમે સવારથી તોડફોડ શરૃ કરી હતી. જૂના પાદરા રોડ એ જેતલપુર રોડ પરના કોમ્પલેક્ષ તેમજ હોટલના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યા હતા તે તોડી નાંખવામાં આવ્યા હતા.
 

(5:39 pm IST)