Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતમાં વકીલો માટે એડવોકેટ પ્રોટેકશન એકટ મંજુર કરવા રજૂઆત

મધ્ય પ્રદેશ જેમ ગુજરાતમાં અમલ કરાવવા સી.એમ.ને અરજી

રાજકોટ તા. રઃ ગુજરાતમાં વકિલો માટે એડવોકેટ પ્રોટેકશન એકટ તાત્કાલિક અસરથી વિધાનસભામાં મંજુર કરવા બાબતે ડો. જીજ્ઞેશ જોષી મુખ્યમંત્રીશ્રીને લેખીત રજુઆત કરી છે.

તાજેતરમાં મધ્ય પ્રદેશ રાજય સરકાર દ્વારા વકીલો પર થતાં હુમલાઓને તાત્કાલિક અસરથી રોકવા તેમજ તે સંદર્ભને લગતા ગુનાઓને બિન જામીનપાત્ર ગણી ''એડવોકેટ પ્રોટેકશન બીલ'' વિધાનસભામાં રજુ કરી પસાર કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે ગુજરાત રાજયમાં વકિલાતનો વ્યવસાય કરતાં ૮૦,૦૦૦/- થી વધુ વકિલોની સુરક્ષાને ધ્યાને લઇને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હયુમન રાઇટસ ડિપાર્ટમેન્ટના કન્વીનર ડો. જીજ્ઞેશ જોષી (એડવોકેટ) દ્વારા ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય વિજય રૂપાણીને લેખીત રજુઆત કરી આવો કાયદો તાત્કાલિક અસરથી ગુજરાત રાજય સરકાર દ્વારા બનાવી વિધાનસભામાં પસાર કરવામાં આવે તેવી લેખીત રજુઆત કરવામાં આવેલી છે.

(4:10 pm IST)