Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

''રિશ્તે હાય સે નહી ચાય સે બનતે હૈ'' વાઘબકરી ચા ગ્રુપનું નવું ગ્લોબલ એડવર્ટાઈઝ કેમ્પેઈન

અમદાવાદઃ ૧૦૦ વર્ષ કરતા પણ વધુ સમયથી સંબંધોને સજાવતી અને ગુજરાતની માનીતી ''કડક- મીઠી'' વાઘબકરી ચા એ હવે એક ગ્લોબલ કેમ્પેઈન ''હાઈનહી ચાય'' લોન્ચ કર્યુ છે. વાઘબકરી ચા હંમેશ રિશ્તે બનાએ''ની આ વિચારધારા એમના  લોગોમાં ટ્રશ્યમાન થવાની સાથે એમની બ્રાન્ડની ઓળખપણ છે. એમના નવા ગ્લોબલ કેમ્પેઈનમાં વાઘબકરી ચા યુવા વર્ગમાં સંબંધોના મૂલ્યને ઉજાગર કરે છે અને કહે છે 'રિશ્તે હાય સે નહી ચાય સે બનતે હૈ'

એક રીસર્ચ દ્વારા એક વાત સામે આવી  કે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાએલી આજની પેઢી આસપાસની દુનિયાથી અલગ થઈ ગઈ છે. એમના નવા ગ્લોબલ કેમ્પેઈનમાં વાત છે. સની નામના એક યુવા પંજાબી છોકરાની જે વર્ષો બાદ વિદેશથી પાછો ફર્યો છે. આટલા વર્ષો બહાર રહેવાના કારણે એ ભારતીય સંસ્કૃતિથી અલિપ્ત થઈ ગયો છે. આ વાત આપણને પહેલા જ દ્રશ્યમાં દેખાય છે. જયારે એના પિતાને ગળે મળવાનું ટાળે છે અને માત્ર હાય કહી એના માતા-પિતાને શુષ્કતાથી મળે છે. એના પિતાએના શુષ્ક વ્યવહારને જોઈને ભોંઠા પડે છે. પરંતુ સની એને મળતાં દરેક વ્યકિતનું અભિવાદન માત્ર એક ટુંકા હાયથી કરે છે. આ જોઈને એના દાદા- દાદી એના જીવનને ફરી ઉષ્માસભર બનાવવાનો ઉપાય શોધી કાઢે છે. સૌના માટે વાઘબકરી ચા બનવતાએ કહે છે હમારે યહાં રિશ્તે હાય સે નહી ચાય સે બનતે હેં (આપણે ત્યાં જીવનસભરના સંબંધો ચા થી જોડાય છે. હાયથી નહી)

(3:59 pm IST)