Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરા-હાલોલ હાઇવે પર મુસાફરો ભરેલી વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ

તમામ મુસાફરો બહાર નીકળી જતા આબાદ બચાવ :સામાન બળીને ખાખ

વડોદરા-હાલોલ હાઈવે ઉપર મુસાફરો ભરેલી ચાલુ વાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા-હાલોલ રોડ ઉપર ચાલુ વાનમાં લાગી ભીષણ આગ સમયસર તમામ મુસાફરો વાનમાંથી બહાર નીખલી જતાં તમામનો બચાવ થયો હતો. જોત જોતામાં કાર આગની લપેટમાં આવી જતાં વોનમાં સવાર મુસપરોનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે સદનશીબે આગમાં કોઈ જાનહાની નોંધાયી નથી. ભડકે બળી રહેલી કારને જોવા માટે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ ટોળે વળ્યા હતા.

(1:27 pm IST)