Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વિરમગામ તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણાનો વિદાય સમારંભ યોજાયો

૩૭ વર્ષથી વધુ સમય આરોગ્ય વિભાગમાં અમૂલ્ય સેવાઓ આપનાર ગૌરીબેન મકવાણાને કેસર હોટલ ખાતે આયોજીત વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગૌરીબેન નારણભાઇ મકવાણા ૩૦/૦૬/૨૨ને ગુરૂવારના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ રહેમલપુર પાટીયા પાસે આવેલ કેસર હોટલ વિરમગામ ખાતે યોજાયો હતો. તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણાએ ૩૭ વર્ષથી વધુ સમય આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   વિરમગામ તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે નિવૃત થયેલ ગૌરીબેન મકવાણા તારીખઃ-૨૦/૧૧/૧૯૮૪ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામપુરાના ગુંજાલા સબ સેન્ટર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે હાજર થઇને આરોગ્ય વિભાગની સેવામાં જોડાયા હતા. તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામપુરા ઉપરાંત  પ્રા.આ.કેન્દ્ર કુમરખાણ, મેમનગર, જાળીલા, કરકથલના સેવા વિસ્તારમાં પણ ફરજ બજાવી હતી અને લોકોને સતત આરોગ્ય શિક્ષણ સેવાઓ પુરી પાડી હતી.  ગૌરીબેન મકવાણા તારીખઃ-૧૨/૦૪/૧૬ થી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા અને તારીખઃ-૩૦/૦૬/૨૨ના રોજ વય નિવૃત થયા હતા.

સતત હસતા અને મિલનસાર સ્વભાવના ગૌરીબેન મકવાણા વિરમગામ તાલુકામાં સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. કેસર હોટલ ખાતે આયોજીત તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર  ગૌરીબેન મકવાણાના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

(7:44 pm IST)