Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વડોદરાના કલ્યાણ નગર વસાહતમાં બુટલેગર દંપતી દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોવાની માહિતીથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના કલ્યાણ નગર વસાહતમાં બુટલેગર દંપતી દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ સાથે ગ્રાહકોને સવલત આપવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરનાં  સયાજીગંજ પોલીસ મથકની હદમાં આવેલ કલ્યાણ નગરમા દેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં બુટલેગર દંપતિ ઘરમાં ગ્રાહકોને  સવલત પૂરી પાડતા હોવાનું દ્રશ્યમાન થાય છે. એક જાગૃત નાગરિકને દ્રશ્યો કેમેરામાં કેદ કરતી વખતે બુટલેગર દંપતી અટકાવી રહ્યાછે. જોકે આ વિડીયો અંગે હજુ સુધી સત્તાવાર માહિતી મળી નથી. આમ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર ચોપડા પૂરતી સાબિત થઈ છે.

(5:53 pm IST)