Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ડીસાના ઇડર ખાતે બાકી નીકળેલ ઉઘરાણીના પૈસા બાબતે વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ડીસા: ડીસાના ઇડર ખાતે મરચાના બાકી રુપિયા મામલે વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ મથકના ચોંપડે ફરિયાદ નોંધાવવા પામી છે.

ડીસામાં ઇડર ખાતે રહેતા વિજયભાઈ હિતેશભાઈ પટેલે તા.૨૫/૦૫/૨૨ ના રોજ રૃપિયા અઢી લાખના મરચા થરા ખાતે રહેતા અલ્પેશભાઈ માળીને આપ્યા હતા. જેમાના એક લાખ વિસ હજાર અલેપશભાઈએ આપી દીધા હતા ંઅને બાકીના એક લાખ ત્રીસ હજારના તેમાં જામીન તરીકે ડીસા શાકમાર્કેટમાં આવેલ પેઢી વાળા મહેશભાઈ ચંદુભાઈ ટાંક હતા. જે પૈસા લેવા વિજયભાઈ અને મિલનભાઈ ચૌધરી  પોતાની કાર લઈ ડીસા મહેશભાઈ ટાંકની પેઢીએ આવ્યા હતા. જોકે મહેશભાઈ પૈસા આપવાની ના પાડેલ અને અલ્પેશભાઈને ફોન કરી કહેલ કે વિજયભાઈ મરચાના બાકી એક લાખ ત્રીસ હજાર લેવા આવેલા છે. જેથી વિજયભાઈ અને મિલનભાઈ એલેક્સ હબમાં સનજયભાઈને ત્યાં પૈસા લેવા ઉભા હતા. તે દરમિયાન સજયભાઈ અને અલ્પેશભાઈ માળી ત્યાં આવીને ગડદા પાટુંનો માર મારવા લાગેલ અને મારી નાખવાની ધમકી આપી મોબાઈલ પણ લઈ લીધેલો અને ગાડીના કાચ પણ તોડી નાખેલ અને વધુ મારના બીકથી આ બન્ને વેપારી ત્યાંથી ભાગી વિજયભાઈ દિનેશભાઇ પટેલે ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચીને સજય ઇશ્વરલાલ માળી અને અલપેશ માળી અને અન્ય બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)