Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેન્કનું સીલ તોડી રહેવાનું શરૂ કરનાર દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: મકાનના બાકી  પડતી લોનની રકમ નહી ચૂકવનાર  લોન ધારકનું મકાન બેંકે સીલ કરી દીધું હતું.દંપતીએ સીલ તોડીને મકાનમાં રહેવાનું શરૃ કરી દીધું હતું.જે અંગે બેન્ક અધિકારીએ પાણીગેટ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસે સત્વ ફ્લેટમાં  રહેતા હાર્દિક ગિરીશભાઇ શાહ છેલ્લા ૬ વર્ષથી એચ.ડી.એફ.સી. લિ.માં લોનના બાકી લેણદારોની વસુલાત કરવાની તેમજ એન.પી.એ.થયેલી મિલકત જપ્ત કરવાની ફરજ બજાવે છે.પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૧૧-૦૯-૨૦૧૮ ના રોજ આદિત્ય ઓરબિટ ટાવર નારાયણ વિદ્યાલય રોડ, વાઘોડિયા ડભોઇ  રીંગરોડ ની મિલકત ખરીદવા માટે સુનિલ રમેશભાઇ પટેલ તેમજ તેમના પત્ની નેહાબેન (રહે.પટેલ ફળિયા, વડજ ગામ, તા.ડભોઇ, જિ.વડોદરા) અમારી બેન્કમાંથી ૪૦ લાખ રૃપિયાની લોન  તેમજ ૩.૦૯ લાખની હોમ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી.જેનો માસિક હપ્તો ૩૫,૦૯૪ રૃપિયા હતો.જે તેઓએ જુલાઇ-૨૦૨૦ સુધી માસિક હપ્તાઓ ભર્યા હતા.ત્યારબાદ નિયમિત હપ્તા ભરવાનું બંધ કરી ટૂકડે-ટૂકડે હપ્તાઓ ભરતા હતા.જેથી,તેઓનું એકાઉન્ટ એન.પી.એ.જાહેર થયું હતું.તા.૦૫-૦૧-૨૦૨૨ ના  રોજ ૬૦ દિવસની સરફેજ કાયદા હેઠળ માંગણા નોટિસ આપી હતી.૬૦ દિવસ પછી  પણ તેઓએ રકમ ભરપાઇ કરી નહતી.દંપતીએ અમને ખાત્રી આપી હતી કે,તા.૨૯-૦૩-૨૦૨૨ સુધીમાં અમે બાકીની રકમ ભરપાઇ ના કરીએ તો તે દિવસે જ બપોરે સાડા ચાર વાગ્યે મકાન ખાલી કરી શાંત કબજો સોંપી દઇશું.તે સમયે તેઓના  પુત્રની બોર્ડની પરીક્ષા ચાલુ હોઇ અમે મકાનનો કબજો લીધો નહતો.તા.૨૮-૦૫-૨૦૨૨ ના રોજ અમે મકાનને સીલ મારી દીધું હતું.તેમ છતાંય તેઓએ સીલ તોડીને મકાનમાં રહેવાનું શરૃ કરી દીધું હતું.અને અત્યારસુધી ૪૪ લાખની રકમ ભરી નથી.

(5:50 pm IST)