Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સુરતના ફૂલવાડી વિસ્તારમા પત્નીએ કામધંધે જવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટમાં રહેતો બેકાર યુવાન ગતરાત્રે પત્નીએ કામધંધો કરવા કહેતા થયેલા ઝઘડામાં તેનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ચોકબજાર પોલીસે યુવાનની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભાઠેના 1 રઝાનગરમાં રહેતા શેખ નાઝીમ શેખ રસીદની બહેન આફરીન ( ઉ.વ.23 ) ના લગ્ન પાંચ વર્ષ અગાઉ સુરતના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી-513 માં રહેતા ઈરફાન શેખ ઈશાક શેખ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઈરફાન એક પુત્રનો પિતા બન્યો હતો છતાં કોઈ કામ કરતો નહોતો.આથી તેનો પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ગતરાત્રે પણ બંને વચ્ચે ફરી કામ કરવા બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન ઇરફાને આફરીનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.

 

(5:49 pm IST)