Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મહેસાણાના વિસનગરમાં નર્સરીમાં જતી બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર શાળાના વોચમેનને અદાલતે 15 વર્ષની સજાની સુનવણી કરી

મહેસાણા: વિસનગરમાં ચાર વર્ષ અગાઉ નર્સરીમાં જતી ત્રણ વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કરવાની ઘટનામાં સંડોવાયેલા સ્કુલના વોચમેનને સ્પેશીયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૃ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.જયારે ભોગ બનનારને વળતર પેટે રૃ.ત્રણ લાખ ચુકવવાનો આદેશ કર્યો હતો. વિસનગર શહેરમાં આવેલી નવયુગ શિશુ નિકેતન સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતી એક ત્રણ વર્ષની બાળકી તા.૪-૧૦-૨૦૧૮ના રોજ શાળામાં રમવા માટે ગઈ હતી. તે વખતે મોકો જોઈને સ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરતો અશોક બાબુલાલ ધોબી રહે,સાત ચકલી,માયાબજારવાળો મોકો જોઈને આ બાળકીને શાળાના એક રૃમમાં લઈ ગયો હતો.અહીં નરાધમે બાળકીના ગુપ્ત ભાગે બિભત્સ અડપલાં કર્યા હતા.જેની જાણ થતાં આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ કેસ અગાઉ મહેસાણા સેસન્સ કોર્ટમાં ચાલ્યા બાદ વિસનગર સ્પેશીયલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.દરમિયાન આ કેસની સુનાવણી સેશન્સ જજ એસ.એલઠક્કર સમક્ષ ચાલી ગયો હતો.જેમાં એડી.સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો તેમજ ભોગ બનેલ બાળકી સહિત ૧૬ સાક્ષીઓની જુબાની અને ૨૦ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી અદાલતે આરોપી અશોક ધોબીને કસુરવાર ઠેરવ્યો હતો અને ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૃ.૫૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.

(5:48 pm IST)