Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બનાસકાંઠામાં કરોડોના ખર્ચે બનેલ લાંબા એલિવેટેડ બ્રિજમાં પાણી ભરાતા લોકોમાં ડિઝાઇન તથા કામગીરી બાબતે સવાલો

બ્રિજ જમીનથી ખૂબ ઉંચાઇએ હોવા છતાં પાણી ભરાતા એક બાજુનો બ્રિજ બંધ કરતા અનેક વાહનચાલકો અટવાયા હતા

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ડીસામાં રાત્રે પડેલ ધોધમાર વરસાદને કારણે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ 222 કરોડના ખર્ચે બનેલા આધુનિક એલીવેટેડ કોરીડોર ઓવરબ્રિજ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. જમીન લેવલથી ઉંચો હોવા છતાં પાણી ભરાતા લોકોમાં ડિઝાઇન અને કામગીરી બાબતે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે અનેક પ્રશ્નો ઉઠયા છે.

બનાસકાંઠામાં બનેલો રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તળાવમાં ફેરવાઈ ગયો છે. કોરિડોરની ડિઝાઈનમાં ખામી હોવાના કારણે પાણી ભરાતા એક તરફનો રસ્તો હાલ બંધ કરાયો છે. બનાસકાંઠાના ડીસામાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાવાની ઘટના સામે આવી છે. માત્ર 5 ઈંચ વરસાદમાં એલિવેટેડ બ્રિજની બંને સાઈડમાં પાણી ભરાયા છે, જેથી વાહનચાલકો હાલ વરસાદી પાણીમાંથી વાહનો કાઢીને બહાર નીકળી રહ્યાં છે. હજી ગત વર્ષે 196 કરોડના ખર્ચે બનેલા પુલનુ ઉદઘાટન કરાયુ હતું. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ પહેલા વરસાદમાં સરકારી કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

ડીસામાં મોડી રાત્રે પડેલ વરસાદના કારણે ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો બ્રિજ ઉપર પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન તથા કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.

બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ડીસા શહેરની  મધ્યમાંથી પસાર થતો ગુજરાતનો સૌથી લાંબો 3.750 કિલોમીટરનો અને 222 કરોડના ખર્ચ બનેલ આધુનિક એલીવેટેડ કોરીડોર ઓવરબ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

બ્રિજ ઉપર પાણી ભરાઇ જતા એક બાજુનો બ્રિજ બંધ કરી દેવાયો છે તો બીજીબાજુ મહા મુશ્કેલીથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.

કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ પુલ ઉપર રીતે પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન અને કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બ્રિજ જમીનથી ખૂબ ઊંચાઈ ઉપર આવેલ હોવાથી રીતે પાણી ભરાવવુ પ્રથમવાર જોયું. ત્યારે લોકો અને વાહન ચાલકો બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને બ્રિજ ઉપરથી તરતજ પાણી નીકાળવાની માંગ કરી રહ્યા છે.

(5:22 pm IST)