Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વર્ષા આયી, બહાર આયી, પ્રકૃતિને અપની કૃપા બરસાઇ, લહરાતી ફસલ કા સંકેત લાયી

આખા જુનનો સરેરાશ વરસાદ ૬૪.૨૨ મી.મી. : જુલાઇના ૧ દિ'માં ૩૮.૦૭ મી.મી.

ગઇકાલે રાજ્‍યનો કુલ વરસાદ ૯.૪૧ ટકા હતો તે આજે વધીને ૧૨.૦૩ ટકા : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ, સૌરાષ્‍ટ્ર બીજા ક્રમે

રાજકોટ તા. ૨ : કુદરત ધારે તો ગમે ત્‍યારે ચિત્ર પલટાવી શકે છે. જુન આખા મહિનામાં જેટલો વરસાદ પડયો તેના કરતા અડધાથી વધુ વરસાદ જુલાઇના પ્રથમ દિવસે જ પડી ગયો છે. હજુ રાજ્‍યવ્‍યાપી વરસાદી વાતાવરણ છે. બાકી વિસ્‍તારોમાં વાવણી થવા લાગી છે. રાજ્‍યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઇ ગયો છે. પાણી અને ખેતીની દૃષ્‍ટિએ જુલાઇ મહિનો ફળદાયી સાબિત થશે તેવા શુભ સંકેત ગઇકાલ અષાઢી બીજથી મળ્‍યા છે. આખા જુન મહિનાનો રાજ્‍યનો વરસાદ મોસમના કુલ વરસાદની સરખામણીએ ૯.૪૧ ટકા નોંધાયેલ તે ગઇકાલના વધારા સાથે આજે સવારે ૧૨.૦૩ ટકાએ પહોંચ્‍યો છે. જુલાઇના પ્રથમ દિવસથી જ વરસાદે ધબધબાટી શરૂ કરી છે. જુનનો સરેરાશ વરસાદ ૬૪.૨૨ મીલીમીટર હતો. તેમાં ગઇકાલે સરેરાશ ૩૮.૦૭ મી.મી.નો વધારો થયો છે. રાજ્‍યનો સરેરાશ વરસાદ ૧૦૨.૨૯ મી.મી. (૪ ઇંચથી વધુ) થયો છે.
આજે સવારની સ્‍થિતિએ મોસમના સરેરાશ સત્તાવાર આંકડા મુજબ કચ્‍છમાં ૪.૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૮.૩૧ ટકા, મધ્‍ય ગુજરાતમાં ૯.૦૪ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨.૯૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૫.૨૪ ટકા વરસાદ પડયો છે. આજ સુધીનો ગુજરાતનો સરેરાશ વરસાદ ૧૨.૦૩ ટકા થઇ ગયો છે. ઓગષ્‍ટ અંત સુધીમાં સરેરાશ વરસાદની ટકાવારી સદી ફટકારે તેવી આશા છે.
સૌરાષ્‍ટ્રમાં જ્‍યાં મોસમનો સરેરાશ વરસાદ ૫ ઇંચ કે આસપાસ કે તેથી વધુ નોંધાયો તેવા તાલુકા નીચે મુજબ છે.
તાલુકો    ઇંચ
ચોટીલા    ૫ાા
ચૂડા    ૬
મૂળી    ૬
ગોંડલ    ૬
લોધીકા    ૫
રાજકોટ    ૫
જૂનાગઢ    ૫
માણાવદર    ૯
મેંદરડા    ૬
વંથલી    ૫
વિસાવદર    ૧૦
ગિર સોમનાથ    ૮
કોડીનાર    ૪
તાલાળા    ૬
ઉના    ૫
વેરાવળ    ૪
બગસરા    ૫
ખાંભા    ૫
લાઠી    ૫
રાજુલા    ૮
ગારીયાધાર    ૬
મહુવા    ૫ાા
બાવળા    ૫

 

(12:02 pm IST)